નોટબંધી એ વિશ્વનું સૌથી મોટું ભ્રષ્ટાચાર, PM મોં બતાવવા લાયક નહીં રહે: અહેમદ પટેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર:  વડાપ્રધાન કોંગ્રેસની ચિંતા કરવાનું છોડી તો અને કોંગ્રેસના નેતા કુંડળી ખોલવાનું વાત નહિ કરો અમે જો તમારી કરમ કુંડળી ખોલીશુ તો તમે કોઈને મોઢું બતાવા પણ લાયક નહીં રહો અને 8 ડિસેમ્બર એ દેશ માટે કાળો દિવસ છે તો નોટબંધી એ વિશ્વનું સૌથી મોટું ભ્રષ્ટાચાર છે જે સમય આવતાં જ ખુલશે તેમ રાજયસભાના સાંસદ અહેમદ પટેલે અંકલેશ્વર ખાતે જણાવ્યું છે. અંકલેશ્વર ખાતે જનવેદના સંમેલનમાં સાંસદ અહેમદ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્રના નેતા રવિશંકર કહે છે નોટબંધી સાથે  દેશમાં મોટા પરિવર્તન થઇ રહ્યા છે.મારે તેમને જણાવાનું કે હા પરિવર્તન થયું છે.
 
નોટબંધીએ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ
 
દેશની માત્ર દુર્ગતિ અને અંધકારનું પરિવર્તન થયું છે. વડાપ્રધાન કોંગ્રેસની કરમ કુંડળી ખોલવાની વાત કરે છે. તેવો ના ભૂલે કે જો અમે તેમની કરમ કુંડળી બહાર કાઢીશું તો તમે પ્રજાને મોઢું બતાવાને લાયક પણ નહિ રહો. નોટબંધીએ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે જે સમય આવતાજ બહાર આવશે. નરેન્દ્ર મોદી કહે છે આ કામ પ્રજા હીતમાં કર્યું છે. તેવો બસ પ્રજાને ગુમરાહ કરવાનું કામ કરે છે. જેનો જવાબ 5 રાજ્યો ચૂંટણી બાદ તેમને મળી જશે. કેબિનેટને વિશ્વાસ માં લીધા વગર નાટકીય ઢબે જાહેર કરી  અને તેપણ કોઈ જાતના પ્લાનિંગ વગર કરી છે. દેશના નોટ છાપવા કારખાના મહિને 300 કરોડ રૂપિયા જ છાપી શકાય છે ત્યારે 24000 કરોડ રૂપિયા છપાતા હજી પ્રજાને 8 થી 10 વર્ષ સુધીની રાહ જોવી પડશે.
 
તસવીરો: હર્ષદ મિસ્ત્રી
 
દેશની માત્ર દુર્ગતિ અને અંધકારનું પરિવર્તન થયું આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...