તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચના ભીડભંજન મંદિરે પૌરાણિક મેળો, લોકોમાં કોઠા-પાપડીનું અનેરૂ આકર્ષણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: ભરૂચ શહેરના ભીડભંજન હનુમાન મંદિરે માગશર મહિ‌નાના દર ગુરુવારે ભરાતા કોઠા પાપડીના મેળામાં હજારો હિંદુ-મુસ્લિમ કોમના શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ભીડભંજન હનુમાનના મંદિર અને તેની સામે આવેલી સૈયદપીર નવાબ સુલતાન બાબાની દરગાહના પગલે મેળાનું મહત્વ અનેકગણુ વધી જાય છે.

અંહી શ્રદ્ધાળુઓ સહપરિવાર ટાઢું જમણ જમે છે

શહેરના ભીડભંજન હનુમાન મંદિરે વર્ષોથી માગશર માસમાં દર ગુરુવારે ભરાતા પરંપરાગત કોઠા પાપડીના મેળાએ શ્રદ્ધાળુઓમાં અનેરૂ આકર્ષણ જમાવે છે. હિંદુ મુસ્લિમ એકતાના પ્રતિક સમાન બનેલા અહીં બન્ને ધર્મના ધર્મસ્થાનો ઉપર શ્રદ્ધાળુઓ પોતાના મનની મહેચ્છા પૂર્ણ કરવા તેમજ બાબરી ઉતારવા પણ આવે છે. શ્રદ્ધાળુઓ સહપરિવાર ટાઢું જમણ લેવાની સાથે મંદિર તથા દરગાહમાં ઢેબરા, ચણા, ફુલ ચઢાવે છે. ભીડભંજન હનુમાન મંદિર વિશે જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલા હનુમાનજી આ વિસ્તારમાં કૂવામાં બિરાજમાન હતા. જે આજે પણ આ સ્થળે હાજર છે.

શ્રદ્ધાળુઓ કોઠા-પાપડી ખાવાનું ભુલતા નથી

મંદિરના ભોંયતળિયાના ભાગે નાના મોટી સાત હનુમાનજીની પ્રતિમાઓ જોવા મળે છે. અંદાજે 475 વર્ષ પુરાણા મંદિરની ખુલ્લી જગ્યામાં કોઠા પાપડીનો મેળો ભરાય છે. મેળામાં માત્ર કોઠા, પાપડી અને ફૂલની લારીઓ ઉભી રહે છે. કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાનું ચલણ હોય અહીં આવતા બાળકો, યુવકો, યુવતીઓ સહિ‌ત એકબીજા સાથે કોઠા લડાવે છે જેનુ કોઠુ તુટે તે પોતાનું કોઠુ બીજાને આપી દે છે. કોઠા આરોગવા સાથે શ્રદ્ધાળુઓ પાપડી ખાવાનું ભુલતા નથી.
આગળની સ્લાઇડમાં વાંચો, સંસ્કૃતિને જીવંત રાખી કોમી એકતાનું અનોખું ઉદાહરણ....
અન્ય સમાચારો પણ છે...