કેબલ બ્રિજમાં ભાજપ ખોટી રીતે જશ ખાટી રહી છે: સાંસદ અહમદ પટેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: ભરૂચની નર્મદા નદી પર નિર્માણ પામેલો કેબલ સ્ટેઇડ બ્રિજનું ટેન્ડરીંગ એનડીએ સરકારે કરાવ્યું હોવાના પરિવહનમંત્રી નિતિન ગડકરીના દાવાને સાંસદ અહમદ પટેલે ફગાવી દીધો છે. તેમણે ભાજપ કેબલ સ્ટેઇડ બ્રિજનો ખોટો જશ ખાટવાનો પોલીટીકલ એજન્ડા અપનાવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે આ બાબતે નિતિન ગડકરીને પત્ર લખી ખુલાસો કરવા જણાવ્યું છે.

ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ

રાજયસભાના સાંસદ અહમદ પટેલે જણાવ્યું છે કે, ભરૂચમાં નવા નિર્માણ પામેલાં બ્રિજના ઉદઘાટન સમારંભમાં આપના ભાષણમાં તમારી ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરવાની વડાપ્રધાનની હાજરીમાં કરાયેલી નિર્લજજ કોશિશથી હું આઘાતની લાગણી અનુભવું છું. તમે એવો દાવો કર્યો છે કે 2014માં તમારી પરિવહન મંત્રાલયમાં નિમણુંક થઇ ત્યાર પછી પહેલાંના કોન્ટ્રાકટરનો દેખાવ સારો ન હોવાને કારણે તેને બંધ કરી દીધો હતો અને નવું ટેન્ડર સંપૂર્ણ રીતે ઓછી કિમંતનું જારી કર્યું હતું. હું આ કહેતા દીલીગીરી અનુભવું છું કે તમારો આ દાવો સત્યથી વેગળો છે.

બ્રિજ બનાવવાનું આ ટેન્ડર 2012માં અપાયું હતું

હકીકત એ છે કે, પહેલાં બ્રિજ બનાવવાનું આ ટેન્ડર બિલ્ડ ઓન ટ્રાન્સફર (બીઓટી)ના આધારે હિંદુસ્તાન કન્ટ્રકશન કંપનીને 2012માં અપાયું હતું. આ કોન્ટ્રાકટ બંધ કરી દેવાયો હતો અને નવું ટેન્ડર ઇપીસીના આધારે 2013માં જારી કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય કેબીનેટ સમિતિએ ઇકોનોમીકસ અફેર્સના ચેરમેન અને તત્કાલિન વડાપ્રધાન ડૉ. મનમોહનસિંગે આ પ્રોજેકટ ઇપીસીના આધારે 28 ડીસેમ્બર 2013ના રોજ પાસ કર્યો હતો. રૂપિયા 503.16 કરોડ રુપિયા ફાળવણી 25 ફેબ્રુઆરી 2014ના રોજ કરવામાં આવી હતી. એલ એન્ડ ટી કંપનીએ તેનાથી ઘણી ઓછી કિમંતે 379 કરોડ રૂપિયાનો એગ્રીમેન્ટ સાઇન કર્યો હતો અને બાંધકામ 3 માર્ચ 2014ના રોજ યુપીએ સરકારમાં જ શરૂ થયું હતું.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ તસવીરો અને વાંચો, હું આપ પાસે આશા રાખું છું કે તમે આ બાબતોનો ખુલાસો જારી કરશો....
અન્ય સમાચારો પણ છે...