સાંસદ અહમદ પટેલે દિવાળીની શુભકામના પાઠવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ:રાજયસભાના સાંસદ અહમદ પટેલે દિપાવલી તથા નુતનવર્ષની શુભેચ્છા અાપી છે. તેમણે પોતાના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે, અંધકારમાંથી ઉજાસ તરફ લઇ જતાં મહાપર્વ દીપાવલીની તમામ નાગરિકોને હું હાર્દિક શુભકામના પાઠવું છું. વિક્રમ સંવત 2074નું નુતનવર્ષ પ્રત્યેક નાગરિકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિનો પ્રકાશ ફેલાવે તથા સૌ માટે આરોગ્યપ્રદ અને ફળદાયી નીવડે તેવી શુભેચ્છા પાઠવી હતી.
 
તેમણે કહ્યું કે, આ પર્વ નિમિત્તે સાચા અર્થમાં રાષ્ટ્રની ઉન્નતિ કાજે આપણે સૌ સમર્પિત થઇએ અને વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિને સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરીએ તેવો સંકલ્પ લઇએ.
 
 
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...
 
તસવીરઃ હર્ષદ મિસ્ત્રી