તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચ: મોન્ટુ કાનુગાએ સલીમરાજને આપી મારી નાંખવાની ધમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: હાંસોટના સાબીર કાનુગાની હત્યા બાદ મોન્ટુ કાનુગાએ ભરૂચના સલીમ રાજને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. સાબીરની હત્યા સંદર્ભમાં નોંધાયેલી ફરિયાદમાં કાનુગા પરિવારે સલીમ રાજ અને મુફતી અબ્દુલ્લા પર સોપારી આપવાનો આરોપ લગાવ્યો છે. હાંસોટ દારૂલ ઉલુમના બે છાત્રો સાથે થયેલાં દુષ્કર્મનો સાબીર કાનુગાએ ગામલોકો સાથે મળી વિરોધ નોંધાવ્યો હોવાથી સોપારી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ થયો છે. સાબીરની હત્યા બાદ ગેંગવોર વકરે તેવા સંજોગો ઉભા થઇ રહયાં છે.

શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

ભરૂચ શહેરના કતોપોર બજારમાં આવેલી જુમ્મા મસ્જિદ નજીક રહેતાં સલીમ નાસરૂદીન રાજે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર મંગળવારે સાંજે હાંસોટમાં સાબીર કાનુગાની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાના દિવસે રાત્રે પોણા નવ વાગ્યાના અરસામાં ગુલામ ઉર્ફે મોન્ટુ કાનુગાએ સલીમ રાજને મોબાઇલ પર ધમકી આપી હતી કે તે મારા ભાઇને મારી નાંખ્યો છે હવે તું ભરૂચ છોડીને ચાલ્યો જા નહિતર તને જાનથી મારી નાંખીશ તેમ જણાવી ગાળો બોલ્યો હતો. સલીમ રાજની ફરિયાદને આધારે પોલીસે હાંસોટના ગુલામ ઉર્ફે મોન્ટુ કાનુગા વિરૂધ્ધ આઇપીસી કલમ 504, 506 (2) અને 507 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓને પકડવા 3 ટીમો બનાવવામાં આવી

સાબીર કાનુગાની પીન્ટુ ખોખરે માથામાં ગોળી મારી હત્યા કરી નાંખી છે. હત્યાના ગુનામાં હાંસોટ પોલીસ સ્ટેશનમાં 14 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ છે. ફરાર થઇ ગયેલાં આરોપીઓને ઝડપી પાડવા માટે એલસીબી અને એસઓજીની 3 ટીમો બનાવવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...