તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિમકાર્ડ-મોબાઇલના કોલ ડિટેઇલ મેળવવા માટેની પોલીસની કવાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: ભરૂચ સબજેલમાંથી બે મોબાઇલ મળી આવવાની ઘટનાને લઇને બી ડિવિઝન પોલીસે ઉંડાણપુર્વક તપાસ હાથ ધરી છે. બન્ને મોબાઇલ તેમજ સીમકાર્ડના આધારે કોલડિટેઇલ મેળવવાની કવાયત હાથ ધરી કોને કોને ફોન થયાં હતાં તેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ સબજેલમાં આવેલાં સભાખંડ પાસે ખાડો ખોદી તેમાં એક ઝભલામાં બે મોબાઇલ સંતાડેલાં હોવાનું ઝડતી સ્કવોર્ડની આકસ્મિક તપાસમાં બહાર આવ્યું હતું.
ભરૂચ સબજેલમાંથી બે મોબાઇલ-ચાર સિમકાર્ડ મળ્યા હતા
કોને ફોન થયા ? તેના આધારે આરોપીને શોધવાનો પ્રયાસ
ઉપરાંત સબજેલ પરિસરમાંથી તેમને ચાર સિમકાર્ડ તેમજ ચાર્જર, બીડી-સિગરેટ તથા ગુટખા તેમજ એક સ્ટીલની ફુટપટ્ટી મળી આવતાં ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. સબજેલમાં સજા ભોગવી રહેલાં ગુનાઇત માનસિકતા ધરાવતાં કેદીઓ પૈકીના કોઇએ સબજેલમાં યેનકેન પ્રકારે મોબાઇલ મંગાવી લીધાં બાદ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું મનાઇ રહ્યું છે. ત્યારે ભરૂચ બી ડિવિઝન પોલીસે મામલાની ગંભીરતા પુર્વક તપાસ હાથ ધરી બન્ને મોબાઇલ તેમજ સિમકાર્ડના કોલડિટેઇલ્સ એકત્ર કરવાની કવાયત હાથ ધરી છે.

કોલ ડિટેઇલ્સમાં કોને કોને ફોન કરવામાં આવ્યાં હતાં, કેટલાં દિવસથી મોબાઇલ સબજેલમાં હતો, તે સહિતની પ્રાથમિક વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. જેના આધારે સબજેલના આરોપીની ઓળખ થયાં બાદ તે મોબાઇલ સબજેલમાં કેવી રીતે અને કયાં સંજોગોમાં આવ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, સબજેલમાં સજા ભોગવી રહેલાં ગુનાઇતતત્વો દ્વારા આ મોબાઇલનો ઉપયોગ અંદર બેઠા-બેઠાં જ કોઇ ગુનાઇત કૃત્યને અંજામ આપવા માટે કર્યો હોય તેવી શક્યતાઓને પણ નકારી શકાતી નથી.
સબજેલના કેદીઓની પુછપરછ ચાલુ છે

સબજેલમાં એક સાથે બે મોબાઇલ તેમજ ચાર્જર સહિત ચાર સીમકાર્ડ મળવાની ઘટનાને લઇને સબજેલના તમામ કેદીઓની તબક્કાવાર પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં કોઇ કડી સાંપડી નથી. જોકે મોબાઇલ-સિમકાર્ડની કોલડિટેઇલના આધારે આગળની તપાસ હાથ ધરાશે.- એન. ડી. ચૌધરી, ઇન્સ્પેક્ટર, બી ડિવિઝન.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો