તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વર: કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી LED લાઇટોની ઉઠાંતરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર: નર્મદા નદી પર બનેલાં દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ બ્રિજના લોકાર્પણના ચાર મહિનામાં જ એલઇડી લાઇટોની ચોરી થઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોન્ટ્રાકટરના કર્મચારીએ 1.65 લાખ રૂપિયાની કિમંતની 3 લાઇટની ચોરી બાબતે અંકલેશ્વર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
 
કેબલ સ્ટેઇડ બ્રિજનો લોકો નજારો માણી શકે તે માટે ફૂટપાથ બનાવી લાઇટોથી બ્રિજની શણગારવામાં આવ્યો છે પણ લાઇટોની જ ચોરી થઇ છે.તાજેતરમાં મુંબઇ અને ગોવા વચ્ચે દોડાવવામાં આવેલી તેજસ ટ્રેનમાંથી હેડફોન્સની ચોરીની ઘટનાની યાદ અપાવતી ઘટના ભરૂચમાં બની છે. દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી એલઇડી લાઇટોની ચોરીની ઘટના સામે આવી છે. બ્રિજના નજારાને માણવા માટે લગાવાયેલી લાઇટો જ લોકો ચોરી ગયાં છે.

31 મી મે થી 1 લી જૂનની રાત્રી દરમિયાન નવા કેબલ સ્ટેઇડ બ્રિજના 9 નંબરના સ્પાન   પર લગાવામાં આવેલ 3 એલઈડી લાઈટો ગાયબ જણાઇ હતી.બનાવ સંદર્ભમાં  સુરતના અમલમ અશ્વિન ગુપ્તાએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 1.65 લાખની કિંમત ની 3 એલ.ઈ.ડી લાઈટની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. બી.જી.પટેલે આરંભી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિજની ઉપર 400 કરતાં વધારે લાઇટો લગાવવામાં આવી છે અને રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો બ્રિજ ખાતે ઉમટી પડતાં હોય છે. ચોરીના બનાવો અટકાવવા સલામતી વધારવામાં આવે તે જરૂરી છે.
અન્ય સમાચારો પણ છે...