તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વર: ટેમ્પામાં 2 હજાર કિલો તમાકુનો જથ્થો, LCB દ્વારા બેની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર: ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન હોટલ નર્મદા ગેટ પાસે થી શંકાસ્પદ હાલતમાં વિના આધાર પુરાવાએ લઇ જવાતો તમાકું અને કાથાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા ડ્રાઈવર ક્લીનરની અટકાયત કરીને કુલ 17.66 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી.

LCB શંકાના આધારે ટેમ્પો અટકાવ્યો

ભરૂચ એલ.સી.બી ના દ્રકાન્તભાઈ, જયેન્દ્રસિંહ  તથા ઉપેદ્રભાઈ નેશનલ હાઇવે નંબર 8 પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સુરત તરફ થી વડોદરા તરફ જતા ટ્રેક પર હોટલ નર્મદા ગેટ પાસે ટાટા આઇસર ટેમ્પોમાં તાડપત્રી ઢાંકી શંકાસ્પદ હિલચાલ કરતા બે યુવાનો નજરે પડયાં હતાં. શંકા આધારે રોકી ટેમ્પા ચાલાક વિજયકુમાર ભારતીય રહે તુંગાર ફાટા, વસઈ મુંબઈઅને ક્લીનર રમેશ સરોજ રહે તુંગાર ફાટા, વસઈ મુંબઈની પૂછપરછ આરંભી હતી.

કુલ 17.66 લાખ રૂપિયા ઉપરાંતનો જથ્થો જપ્ત

ટેમ્પામાં તપાસ કરતા અંદર થી 58 જેટલી બોરીમાં 2,030 કિલો તમાકુ તેમજ 60 બોરીમાં 2,520 કિલો કાથાનો પાવડર મળી આવ્યો હતો જે અંગે જરૂરી બીલ્ટી તેમજ આધાર પુરાવા માગ્યાં હતાં જેથી શંકા આધારે એલ.સી.બી દ્વારા બંનેની અટકાયત કરી હતી અને શહેર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે કુલ 6.90 લાખ રૂપિયાનો તમાકુનો જથ્થો તેમજ 7.56 લાખનો કાથાનો પાવડરનો જથ્થો જપ્ત કર્યો 4 લાખ રૂપિયાનો ટેમ્પો અને 2 મોબાઈલ કિંમત રૂપિયા 1000 મળી કુલ 17.66 લાખ રૂપિયા ઉપરાંતનો જથ્થો CRPC 102 મુજબ જપ્ત કરી સી.આર.પી.સી.41(1)ડી મુજબ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
 
(તસવીરો: હર્ષદ મિસ્ત્રી, અંકલેશ્વર)
તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...