તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કસક-ઝાડેશ્વરમાં વીજ કાપથી 50,000ને અસર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: ભરૂચના કસક સર્કલથી ઝાડેશ્વર તેમજ નર્મદા ચોકડી સુધીના વિસ્તારમાં આજે શનિવાર વીજ કાપથી 50,000થી વધુ લોકોને અસર પડી હતી. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મક્તમપુરના 132 કેવી સબ સ્ટેશનમાં બ્રેકર મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
- કસક-ઝાડેશ્વરમાં વીજ કાપથી 50,000ને અસર
- દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અન્ય મેઇન્ટેનન્સની કામગીરીને પણ પુર્ણ કરવામાં આવી
- મક્તમપુરના 132 કેવી સબ સ્ટેશનમાં બ્રેકર મેઇન્ટેનન્સ માટે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો
ભરૂચના મક્તમપુર ખાતે આવેલાં વીજ કંપનીના 132 કેવી સબ સ્ટેશનમાં બ્રેકર મેઇન્ટેનન્સ માટે આજે શનિવારે વીજ કંપની દ્વારા શટડાઉન લેવામાં આવ્યુ હતું. જેના પગલે ભરૂચના કસક વિસ્તારથી ઝાડેશ્વર તેમજ નર્મદા ચોકડી સુધીના વિસ્તારમાં આજે શનિવારે સવારના 8 કલાકથી સાંજના 6 કલાક સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો. લગભગ 10 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેવાને કારણે વિસ્તારમાં આવેલી સોસાયટીઓ, કોમ્પેલેક્ષ, અપાર્ટમેન્ટના 50,000થી વધુ લોકોને વીજ વિક્ષેપનો સામનો કરવો પડ્યો હતો. વીજ પુરવઠો નહીં હોવાને પરિણામે લોકોને બપોરના સમયે ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો.

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા 132 કેવી સબ સ્ટેશનમાં દર વર્ષની જેમ બ્રેકર મેઇન્ટેનન્સ માટે શટડાઉન લેવામાં આવ્યું હતું.તેના અંતર્ગતના તમામ વિસ્તારમાં વીજળી વેરણ બની હતી. જોકે વીજ કંપની દ્વારા સબ સ્ટેશન બંધ રહેવાનું હોઇ 50થી વધુ કર્મચારીઓની ટીમ દ્વારા વીજ લાઇનો પર કન્ડક્ટર રિપ્લેસમેન્ટ, ઝમ્પરિંગ, ટ્રી કટીંગ તેમજ વિવિધ વિસ્તારમાં ગડર સમસ્યાઓ હોય તો તેનું પણ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. ઉપરાંત ઝાડેશ્વર ખાતે વીજ લાઇનને નવો ઓવરબ્રીજ પાસ કરાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
પાંચ ફિડરોનું પણ રિપેરીંગ હાથ ધરવામાં આવ્યું
સબ સ્ટેશનના મેઇન્ટેનન્સ માટે શટ ડાઉન લેવામાં આવતાં વીજ કંપની દ્વારા તેના સંલગ્ન પાંચ ફિડરો કસક, જીઆઇડીસી -1, જીઆઇડીસી-2, ઝાડેશ્વર તેમજ મંગ્લેશ્વર ફિડરનું પણ રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું. ઉપરાંત અન્ય નાની -મોટી સમસ્યાઓનું પણ નિરાકરણ લાવવામાં આવ્યુ હતું.
લોકોને શું ફાયદો?
વીજ કંપની દ્વારા ભરૂચના 132 કેવી સબ સ્ટેશનમાં બ્રેક મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવતાં સાથે સાથે અન્ય વાયર બદલવાની, ઝમ્પર સેટિંગ, કન્ડક્કર બદલવા, તેમજ નડતરરૂપ વૃક્ષો દૂર કરવામાં આવતાં આગામી ચોમાસામાં વધુ વરસાદ કે પવનના કારણે વીજળી ડુલ થવાની સમસ્યા ઘટશે.
અન્ય સમાચારો પણ છે...