તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ ITનો અંકલેશ્વરમાં 48 કલાકથી સર્વે, વર્ધમાન ટ્રેડર્સમાં ટીમના ધામા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરઃ અંકલેશ્વર વાલિયા ચોકડી પર આવેલ વર્ધમાન ટ્રેડર્સ નામની અનાજ કલ્યાણાના જથ્થાબંધ વેપારીને ત્યા તેમજ તેમની નેત્રંગ સ્થિત રાઈસ મિલ ખાતે ભરૂચ આઈ.ટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગુરુવારની સવાર થી ચાલી રહેલા આઈ.ટી.ના સર્વે બીજા દિવસે પણ મોડી સાંજ સુધી યથાવત રહ્યા હતા. 15 થી વધુ આઈ.ટી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે માં કેટલું બેનામી કાળું નાણું ઝડપાયું છે. તે હજી પણ બહાર આવ્યું નથી પરંતુ કરોડો રૂપિયાની ઉપર આંક જઈ રહ્યો હોવાનું નજીકના વર્તુળે જણાવ્યું હતું.
વર્ધમાન ટ્રેડર્સની નેત્રંગ સ્થિત રાઈસ મિલ માં પણ સર્વે અધિકારીનું સર્વે
અંકલેશ્વર વાલિયા ચોકડી પર આવેલ રવિકિરણ કોમ્પ્લેક્ષ ખાતે વર્ધમાન ટ્રેડર્સ નામની જથ્થા બંધ અનાજ કલ્યાણાના વ્યાપારીને ત્યાં ગુરુવારના રોજ વહેલી સવારે થી આઈ.ટી.વિભાગ દ્વારા દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઉપરાંત ટ્રેડર્સના સંચાલક ની નેત્રંગ તાલુકામાં આવેલ રાઈસ મીલ ખાતે પણ સર્ચ ઓપરેશન કરાવામાં આવી રહ્યું છે. મહિલા અધિકારી સાથે અંકલેશ્વર ખાતે 15 જેટલા તેમજ નેત્રંગ ખાતે 15 થી વધુ અધિકારીની ટીમ સર્ચ ઓપરેશન કરી રહી છે. કોમ્પ્યુટર, તેમજ અન્ય ખાતાવહી, જમા ઉધારનો રેકર્ડ, સહીત હિસાબી ચોપડા કબજે લઇ તેનું ઝીણવટ ભરી રીતે ચકાસમાવા આવી રહ્યા છે. ગુરુવાર ના સવારે થી ચાલેલા સર્ચ ઓપરેશન શુકવારના મોડી સાંજ સુધી ચાલુ રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં કેટલું કાળું નાણું ઝડપાયું છે. તે જાણી શકાયું નથી પરંતુ આંક કરોડો ઉપર જઈ રહ્યો હોવાનું નજીક ના સૂત્રો તરફ થી જાણવા મળી રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો