તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ: કોંગ્રેસની નવી બોડીની જાહેેરાત, આંતરિક વિખવાદ ચરમસીમાએ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ: ભરૂચ શહેર કોંગ્રેસના નવા માળખાની જાહેરાત બાદ સિનિયર અને જુનિયરનો વિવાદ સામે આવ્યાં બાદ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની સુચનાથી હાલના માળખાને સ્થગિત કરી દેવા આદેશ કરાયો છે. શહેર કોંગ્રેસના નવા માળખાની જાહેરાત બાદ આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો હતો અને કોંગ્રેસમાં સિનિયર અને જુનિયર એમ બે જૂથ પડી ગયાં હતાં. શહેર કોંગ્રેસમાં વકરેલા વિવાદની પ્રદેશ નેતાઓએ ગંભીર નોંધ લઇ નવેસરથી માળખાની જાહેરાત કરવાનો નિર્ણય લીધો છે. વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયાં છે તેવામાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ પીછો છોડવાનું નામ લઇ રહયો ન હોય તેમ લાગી રહયું છે. ગત મહિને શહેર પ્રમુખ નિર્મલસિંહ યાદવે નવી બોડીની જાહેરાત કરી હતી. શહેર કોંગ્રેસના નવા માળખાની જાહેરાત બાદ આંતરિક વિખવાદ વકર્યો હતો. સિનિયર આગેવાનોની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસમાં બે જુથ પડી ગયાં હતાં.
કોંગ્રેસમાં સિનિયર અને જુનિયર એમ બે ભાગ પડી ગયાં
શહેર કોંગ્રેસમાં ઉભા થયેલાં વિવાદને કારણે બંને જૂથે અલગ અલગ કાર્યક્રમો આપવાની શરૂઆત પણ કરી દીધી હતી. જેમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિવસની બંને જૂથોએ અલગ અલગ રીતે ઉજવણી કરી હતી. સંગઠનને મજબુત કરવાની કવાયત વચ્ચે આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચી જતાં કોંગ્રેસમાં સિનિયર અને જુનિયર એમ બે ભાગ પડી ગયાં હતાં. શહેર કોંગ્રેસ સમિતિમાં ઉભા થયેલાં વિખવાદનો અંત લાવવા માટે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની સુચનાથી પ્રદેશ ઉપ પ્રમુખ મૌલિન વૈષ્ણવે ભરૂચ શહેર કોંગ્રેસની હાલની બોડીને સ્થગિત કરી દેવા આદેશ કર્યો છે. પ્રદેશની મંજૂરી ન મળે ત્યાં સુધી નવા માળખાની જાહેરાત કરી શકાશે નહિં તેમ જણાવી દેવામાં આવ્યું છે. આમ ભરૂચ શહેર કોંગ્રેસની નવી જાહેર થયેલાં માળખાને સ્થગિત કરી દેવામાં આવતાં રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. વિવાદ બાદ કોંગ્રેસની નવી બોડી કેવી રીતે બનાવવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાઇ છે.
પ્રદેશમાંથી આવેલાં પત્રમાં શું જણાવાયું છે આ અંગે વાંચવા આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો