અંકલેશ્વરઃ પરિક્રમાવાસીઓને છોડવા ગયેલી 2 બોટ સાથે 4 યુવાનો દરિયામાં લાપતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાંસોટ,અંકલેશ્વરઃ ઓખી વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું હતું. આવા સંજોગોમાં 3 જી ડિસેમ્બરએ પરિક્રમાવાસીઓને દહેજ  લખીગામ ખાતે ઉતાર્યા બાદ પરત ફરતી વેળા હાંસોટ-વમલેશ્વરની 2 બોટમાં 4 યુવાનો લાપતા બન્યા છે. બીજા દિવસે હાંસોટથી ગુમ થયેલા પુત્રને શોધવા નિકળેલા  પિતા અને મિત્રને પણ 36 કલાક બાદ હજીરા કોસ્ટગાર્ડે શોધી કાઢ્યા હોવાનું વહીવટી તંત્ર જણાવી રહ્યું છે. 4 યુવાનોને શોધવા જિલ્લા વહીવટી તંત્ર અને કોસ્ટગાર્ડની  ટીમ દ્વારા શોધખોળ ચાલુ છે. 

 

કોણ કોણ ગુમ થયું છે?

 

1. રાઠોડ અજયભાઈ ધનસુખભાઈ , વમલેશ્વર 
2. રાઠોડ વિપુલભાઈ મનસુખભાઈ, વમલેશ્વર 
3. વસાવા વિમલભાઈ દલપતભાઈ, નવીનગરી હાંસોટ 
4.  વસાવા રમેશ રવલાભાઈ , નવીનગરી હાંસોટ 

 

કોસ્ટગાર્ડની મદદથી શોધખોળ ચારી રહી છે
 
3 જીના રોજ પરિક્રમાવાસી ઉતારી સવારે પરત ફરતી વેળા 2 બોટ લાપતા બની છે હાંસોટ અને વમલેશ્વર 2-2 યુવાનો લાપતા છે. તેમની શોધખોળ કરાય રહી છે. 

તેમના પિતા શોધવા ગયા હતા તેવો અને અન્ય ઈસમ હજીરા ખાતે સહી સલામત છે. - રમેશભાઈ ભગોરા, એસ.ડી.એમ અંકલેશ્વર 

 

પરિક્રમાવાસીઓને છોડવા માટે 14 બોટ ગઇ હતી


હાંસોટના વમલેશ્વર કાંઠા પરથી દહેજ તરફના કાંઠે પરિક્રમાવાસીઓને છોડવા માટે 14 બોટ રવાના થઇ હતી. દહેજથી પરત આવતી વેળા માર્ગમાં બે બોટ લાપત્તા બની છે. આ બોટમાં મારો પુત્ર અજય અને તેનો મિત્ર વિપુલ સવાર હતાં. આ બંને હજી સુધી ઘરે પરત આવ્યાં નથી.  > ગંગાબેન રાઠોડ, અજયના માતા, વમલેશ્વર


મારા પતિ હજીરા નજીકથી મળી આવ્યાં છે


મારો પુત્ર અને ભત્રીજો પરિક્રમાવાસીઓની બોટ લઇને ગયાં હતાં. તેઓ પરત નહિ આવતાં મારા પતિ અને એક સંબંધી બોટ લઇને તેમને શોધવા ગયાં હતાં. તેઓ પણ પરત નહિ આવતાં શોધખોળ કરાઇ હતી. હમણા સમાચાર મળ્યાં છે કે મારા પતિ અને સંબંધી સલામત રીતે હજીર ખાતે સલામત છે. કોસ્ટગાર્ડની સાથે લાપત્તાઓને શોધી રહયાં છે.  > ભાનુબેન વસાવા, ગુમ થયેલાં વિમલના માતા

 

ટીમોને સ્ટેન્ડબાય રખાઈ


વમલેશ્વર તથા હાંસોટના ચાર માછીમારો બે બોટ સાથે દરિયામાં લાપત્તા બન્યાં છે. વમલેશ્વરના કાંઠે ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એક યુવાનના પિતા લાપત્તા બન્યાં હતાં પણ તેઓ મળી આવ્યાં છે.  > રમેશ ભગોરા, એસડીએમ, અંકલેશ્વર


ધુમ્મસને કારણે બે બોટ છુટી પડી ગઇ


દહેજથી વમલેશ્વર આવી રહેલી 14 બોટો કાફલામાં ચાલી રહી હતી. સવારે ધુમ્મસને કારણે બે બોટ કાફલામાંથી અલગ થઇ ગઇ હતી અને ત્યારથી તેમનો કોઇ પત્તો લાગ્યો નથી. દરિયામાં શોધવામાં આવી રહયાં છે. હાલ તેમના પરિવાર ચિંતામાં ગરકાવ છે.

 

વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....

અન્ય સમાચારો પણ છે...