ભરૂચમાં 2 કીલો ગાંજા સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: ભરૂચ એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, અંક્લેશ્વરથી રીક્ષામાં ગાંજો ભરીને બે શખ્સો ભરૂચ તરફ આવી રહ્યાં છે. જેના પગલે એસઓજીના પીઆઇ સુનિલ તરડે તેમજ તેના સ્ટાફના હેકો વિજયસિંહ, એએસઆઇ રમેશભાઇ, હેકો સુરેશભાઇ, શૈલેષભાઇ,રાજેન્દ્ર સહિતનાઓએ ચોક્કસ બાતમીના આધારે ગોલ્ડન બ્રીજના ભરૂચ છેડે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની ચોક્કસ નંબરની રીક્ષા આવતાં એસઓજીની ટીમે તેમને અટકાવી રીક્ષામાં સવાર બન્ને શખ્સોની પુછપરછ કરતાં રીક્ષા ચાલકનું નામ બદરૂદ્દીન ઝકરીયા મેમણ (રહે. ગોકુલનગર, કુકરવાડા રોડ, ભરૂચ) તેમજ રીક્ષામાં પાછળ બેસેલાં શખ્સનું નામ મહેબુબખાન ઉર્ફે દાઝેલો અબ્દુલહક્ક  પઠાણ (રહે. વસીલા સોસા, ભરૂચ) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તેમની પાસેથી 14 હજારની મત્તાનો કુલ 2 કિલો ગાંજાનો જથ્થો તેમજ એક મોબાઇલ તથા રોકડા રૂપિયા 9 હજાર અને રીક્ષા મળી કુલ 1.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એસઓજી ટીમની પ્રાથમિક પુછપરછમાં તેમણે અંક્લેશ્વરના ભાટવાડ વિસ્તારમાં રહેતાં ગની અબ્દુલ રસીદ શેખ પાસેથી ગાંજાનો જથ્થો લાવ્યાં હોવાની કબુલાત કરતાં ટીમે ત્રણેય વિરૂદ્ધ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમજ ગની અબ્દુલ રસીદ શેખને જેર કરવાની કવાયત હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...