તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ: જળવિદ્યુત મથકોએ 5 દિવસમાં 24.69 કરોડની વીજળી ઉત્પન્ન કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ: સરદાર સરોવર નર્મદા ડેમના જળવિદ્યુત મથકોએ માત્ર 5 દિવસમાં રૂપિયા 24.69 કરોડની વીજળી ઉત્પન્ન કરી છે. મધ્યપ્રદેશમાંથી 12 જુલાઇથી થઇ રહેલી પાણીની આવકનાં કારણે રીવરબેડનાં તમામ 6 ટર્બાઇનો 6 મહિના બાદ ધમધમતા થઇ ગયા છે. બે વર્ષથી નબળા ચોમાસા વચ્ચે પાણીની તંગી સરદાર સરોવર નર્મદા ડેમનાં રીવરબેડ પાવરહાઉસ પર પણ વર્તાઇ હતી. ગત ડિસેમ્બર મહિનાથી ડેમ સત્તાધિશોને રીવરબેડ પાવરહાઉસ બંધ કરી દેવાની ફરજ પડી હતી.
200 મેગાવોટની ક્ષમતાનાં 6 ટર્બાઇનો કાર્યરત

પર્વતમાન ચોમાસાની મૌસમ શરૂ થઇ જતા 6 મહિનાથી બંધ રીવરબેડ પાવરહાઉસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી પાણીની આવક થતા ગત 12 જુલાઇથી ધમધમતુ થયું છે.રીવરબેડ પાવરહાઉસનાં 200 મેગાવોટની ક્ષમતાનાં 6 ટર્બાઇનો કાર્યરત થઇ જતા નર્મદા નદી પણ મીઠા પાણીથી નવચેતન બની છે. તા. 16 જુલાઇ સુધીમાં 5 દિવસમાં આર.બી.પી.એચ. એ 73446 મેગાવોટ વીજ ઉત્પાદન કર્યુ છે.

5 દિવસમાં 8880 મેગાવોટ વીજળી ઉત્પાદિત

50 મેગાવોટની ક્ષમતાનાં કેનાલહેડ પાવરહાઉસનાં 5 ટર્બાઇનો પૈકી જરૂરીયાત મુજબ ચલાવી 5 દિવસમાં 8880 મેગાવોટ વીજળી ઉત્પાદિત કરાઇ છે.બન્ને જળવિદ્યુત મથકોએ 5 દિવસમાં 82.32 મિલિયન યુનિટ વીજળી પેદા કરી છે. જેનો સરકારી ભાવ 3 રૂપિયા ગણીએ તો કુલ 24.69 કરોડની વીજળી ઉત્પાદિત થઇ છે. સરદાર સરોવરનાં જળવિદ્યુત મથકોને વિના વિક્ષેપે અવિરત વીજ ઉત્પાદન બદલ રાષ્ટ્રીયકક્ષાનાં બે એવોર્ડ પણ એનાયત થયા છે.
મુખ્ય ડેમ અને જળવિદ્યુત મથકોનો ખર્ચ 2013 માં જ વસૂલ, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો