દિકરાને જન્મ નહીં અાપનાર પત્ની પર શિક્ષક પતિનો અમાનુષી અત્યાચાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દિકરાને જન્મ નહીં અાપનાર પત્ની પર શિક્ષક પતિનો અમાનુષી અત્યાચાર
- મોડાસાના શિક્ષક દ્વારા પુત્ર મેળવવા પત્નીને માર મારતાં ઈજા
- અંક્લેશ્વરની હેમાના લગ્ન મોડાસાના શિક્ષક સાથે થયાં હતાં

ભરૂચ: દિકરી બચાવો અને દહેજ પ્રથાને નાબૂદ કરવા દેશમાં અનેક જાગૃતિના કાર્યક્રમો અપાઇ રહ્યાં છે. ત્યારે એક શિક્ષક દ્વારા તેની પત્નીને પુત્ર રત્ન મેળવવા માટે મારઝુડ કરવા સાથે દહેજની માંગણી કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોડાસાના વતની અને કપડવંજ ખાતે શિક્ષકની ફરજ બજાવતાં પતિ દ્વારા અંક્લેશ્વરની યુવતીને શારીરિક ત્રાસ આપવામા આવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, અંક્લેશ્વરના ગડખોલ પાટિ્યા પાસે આવેલી સરસ્વતી પાર્ક સોસાયટી રહેતાં રામજી ગેલોટની પુત્રી હેમાના લગ્ન 2008માં અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રહેતાં રવિકાન્ત પ્રકાશ સગર સાથે થયાં હતાં.

લગ્નના થોડા સમય બાદ જ રવિકાન્ત દ્વારા તેની પત્ની હેમા પર નાની-મોટી વાતે શારીરિક અને માનસિક ત્રાસ ગુજારાતો હતો. જોકે હેમાએ પોતાનું દાંપત્ય જીવન ટકાવી રાખવા માટે તમામ મુસીબતોને વેઠી હતી. દરમિયાન તેમને 6 વર્ષ પહેલાં એક પુત્રીનું સંતાન સુખ મળ્યું હતું. જોકે પુત્રીના જન્મથી રવિકાન્તનો ત્રાસ વધી ગયો હતો. રવિકાન્તને પુત્રનો મોહ હોઇ હેમા પર અત્યાચાર વધારી દીધા હતા. અરસામાં દોઢ વર્ષ પહેલાં પુન: તેમને સંતાનમાં પુત્રી જ આવતાં રવિકાન્તની પુત્ર મેળવવાની ઇચ્છા પુર્ણ નહીં થતાં તેણે હેમાને મારઝૂડ કરવાનું શરૂ કરી દીધું હતું.

આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...