અંકલેશ્વર: હીટ એન્ડ રન કેસમાં તબીબ બે દિવસથી પોલીસ પકડથી દૂર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હીટ એન્ડ રન કેસમાં તબીબ બે દિવસથી પોલીસ પકડથી દૂર
પોલીસની કામગીરી સામે રહીશોમાં રોષ
સારંગપુરમાં તબીબે બાળાને અડફેટે લીધી હતી
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકા ના સારંગપુર ગામે આવેલ મારુતિધામ-2 કલીનીક ચલાવતા તબીબ દ્વારા પોતાના કલીનક બાજુમાંજ રહેતા સિંગ પરિવાર ની ઘર આંગણે રમતી દોઢ વર્ષીય બાળકી ને અડફેટમાં લેતા તેનું સારવાર મળે તે પૂર્વેજ મોત નીપજ્યું હતું.બાળકી ના મોત થી ઉશ્કેરાયેલ ટોળા એ તબીબ ની કાર ને તેના કલીનીક પર તોડ ફોડ કરી પોતાનો બળાપો કાઢ્યો હતો. જી.આઈ.ડી.સી પોલીસે તબીબ વિરુધ ગુનો નોધી વધુ તપાસ આરંભી હતી. પરંતુ બનાવના બે દિવસ થયા હોવા છતા હજી તબીબ પોલીસ પકડ થી દૂર છે.

અંકલેશ્વર તાલુકા ના સેંગપુર ગામે ગત તારીખ 27 મી મે ના સવારે મારુતીધામ -2 સોસાયટી માં રહેતા રામેન્દ્રસિંગ શિવકુમાર સિંગ ની દોઢ વર્ષીય બાળા રાખી ધર આંગણે સવારે રમી રહી હતી તે દરમિયાન સોસાયટી માં જ કલીનીક ચલાવતા તબીબ સુકેત સિંગ પોતાની કાર લાવી બાળકી ને અડફેટ માં લેતા તેને ગંભીર ઈજા પહોચી હતી. જેને અંકલેશ્વર શહેર ની ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલમાં અને ત્યાંથી જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

જ્યાં ફરજ પરના તબીબોએ બાળકી ને મૃત ધોષિત કરી હતી. તબીબ હિટ એન્ડ રન ને લઈ ઉશ્કેરાયેલ ટોળા એ તબીબ ની કાર તેમજ કલીનીક માં ભારે તોડફોડ કરી તબીબ ને માર માર્યો હતો ધાયલ તબીબ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા઼ દોડી આવેલી પોલીસે સ્થિતિ કાબુમાં લઇ તબીબ સામે કાર્યવાહી કરી હતી. પરંતુ ઘટનાના બે દિવસ બાદ પણ તબીબ પોલીસ પકડથી દૂર રહેતાં લોકોમા઼ રોષ ભભૂકી ઉઠયો છે.ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલા બનેલા બનાવ સંદર્ભે ઉશ્કેરોલા ટોળાએ ભારે હોબળાો મચાવી તબીબના કલીનકમાં પણ તોડફોડ કરી હતી. જોકે બે દિવસબાદ પણ તબીબ ન પકડાતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
અન્ય સમાચારો પણ છે...