તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વર: શિવસેનાના ઉપપ્રમુખના પુત્રની ગળુ દબાવી હત્યા કરવામાં આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર: ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ સતીષ પાટીલના પુત્ર વિવેકના મોતનું રહસ્ય પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સામે આવ્યું છે. વિવેકની ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું રીપોર્ટમાં બહાર આવતાં પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે ગુનો નોંધી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી જીઆઇડીસીની મધુવન સોસાયટીમાં રહેતા સતિષ પાટીલ શિવસેનાના પ્રદેશ ઉપપ્રમુખ છે.
અંકલેશ્વરના વિવેક પાટીલની મોતની ઘટનામાં હત્યાનો ગુનો દાખલ
17 વર્ષીય દીકરો વિવેક ઉર્ફે બાદલ પાટીલ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો.તારીખ24મીના રોજ બપોરના સમય થી વિવેક ગુમ હતો અને તેના પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા. તેના મોબાઈલ ફોન ઉપર પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરવા છતાં કોઈજ સંપર્ક થઇ શક્યો ન હતો. શનિવારે મધ્યરાત્રી બાદ ગુજરાત પ્રદેશ શિવસેનાના ઉપપ્રમુખ સતીષ પાટીલના અન્ય મકાનના કંપાઉન્ડના ગેટ પાસેથી વિવેક ઉંધો પડેલી હાલતમાં મળી આવ્યો હતો.

શનિવારે બપોરે ગુમ થયાં બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો
આસપાસના રહિશો દોડધામ મચી જવા પામી હતી તેના મોઢામાંથી ફીણ નીકળી રહયું હતું તથા તેના ચંપલ અને મોબાઇલ ફોન પણ ગાયબ હતાં. સતીષ પાટીલે હત્યાની આશંકા વ્યકત કરતાં સિવિલ હોસ્પિટલમાં બે તબીબોની પેનલથી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. આજે ગુરૂવારે તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા વિવેકનું મોત ગળું દબાવવાને કારણે થયું હોવાનું બહાર આવ્યું છે.અંકલેશ્વરની જીઆઇડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી અજાણ્યા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
ગળુ દબાવાથી શ્વાસ રૂંધાવાથી મોત થયું છે

મૃતક વિવેક ઉર્ફે બાદલ પાટીલનો પી.એમ રિપોર્ટ આવ્યો છે. પ્રાથમિક રીપોર્ટમાં ગળુ દબાવાને કારણે શ્વાસ રૂંધાવાથી તેનું મોત થયું હોવાનું જણાયું છે. વિસેરાનો રીપોર્ટને આધારે તૈયાર થનારા અંતિમ પોસ્ટમોર્ટર રીપોર્ટમાં ચોકકસ કારણ બહાર આવશે. હાલ તો હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. - આર.કે ધુરીયા, પી.આઈ. જી.આઈ.ડી.સી પોલીસ મથક
( તસવીર - હર્ષદ મિસ્ત્રી )
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...