તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતીય સેનાએ બંદુકનો જવાબ તોપથી આપ્યો: વિજય રૂપાણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેવડીયા: ભારતીય સેનાએ બંદુકનો જવાબ તોપથી આપ્યો છે તેમ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે. કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે બનનારી મેમોરીયલ તથા વિઝિટર ગેલેરીનું મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરાયું હતું. સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી 2018 સુધીમાં પૂર્ણ થઇ જશે તેવો આશાવાદ તેમણે વ્યકત કર્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બાંધકામ 2018 સુધીમાં પૂર્ણ થઇ જવાનો આશાવાદ
નર્મદા જિલ્લાની પ્રથમ વાર મુલાકાતે આવેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએે નર્મદા ડેમના દરવાજાનુ કામનુ નિરિક્ષણ કર્યુ હતું. તેમણે અધિકારીઓ તેમજ એલ.એન્ડ.ટી ના અધિકારીઓ સાથે પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી હતી. અને ત્યારબાદ વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું , ભારતીય સૈનિકોએ જવાનોએ બંદુકનો જવાબ તોપથી આપ્યો છે. આવા જ પ્રકારની પ્રતિક્રિયાનો અંદાજ વડાપ્રધાને કેરળનાભાષણથી જ સ્પષ્ટ થતો હતો. સૈન્યની સર્જીકલ સટ્રાઇકને પગલે રાજયમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઇ છે.
( તસવીર - પ્રવિણ પટવારી )
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...