તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં ગુડસનું વેગન ખડી પડતાં 3 ટ્રેન મોડી પડી, ફીરોઝપુર એકસપ્રેસ રોકી રખાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: ભરૂચમાં જીએનઅેફસી કંપનીના ટ્રેક પરથી પસાર થઇ રહેલી ખાલી ગુડસ ટ્રેનનું એક વેગન પાટા પરથી ઉતરી પડતાં મુંબઇ- દિલ્હી વચ્ચેના ટ્રેન વ્યવહારને આંશિક અસર પહોંચી હતી. ત્રણથી વધારે  ટ્રેનો નિર્ધારિત સમય કરતાં અડધો કલાક મોડી પડતાં મુસાફરો અટવાયાં હતાં. સવારે 10.40 કલાકે બનેલી ઘટના બાદ રીપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવતાં 12.20 કલાકે ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ થઇ ગયો હતો.
 
રેલવે વિભાગે ઘટનાની તપાસના આદેશો આપ્યાં
 
પ્રાપ્ત ઘટના સ્થળની વિગતો અનુસાર જીએનએફસી કંપની તરફ જતાં ટ્રેક પરથી ખાલી ગુડસ ટ્રેન પસાર થઇ રહી હતી જેમાંથી એક વેગન પાટા પરથી ઉતરી ગયું હતું. બનાવની જાણ થતાં રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યાં હતાં.સવારે 10.40 વાગ્યાના અરસામાં બનેલી ઘટનાને કારણે સૌરાષ્ટ્ર એકસપ્રેસ, ગુજરાત એકસપ્રેસ અને મુંબઇ-ઝાંસી એકસપ્રેસ ટ્રેન 30 મિનિટ જેટલી મોડી પડી હતી. રેલવેની ટીમોએ તાત્કાલિક અસરથી રીપેરિંગની કામગીરી શરૂ કરી દીધી હતી.

બપોરના 12.20 વાગ્યાના અરસામાં ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ થઇ ગયો હતો. વેગન ખડી પડવાની ઘટના સાઇડ ટ્રેક પર બની હોવાથી આંશિક અસર વર્તાઇ હતી. રેલવે વિભાગે ઘટનાની તપાસના આદેશ આપી દીધાં છે. ગુડસ ટ્રેનના વેગન ખાલી હોવાને કારણે ઘટના બની હોવાનું પ્રાથમિક તબકકે જાણવા મળી રહયું છે. ટ્રેનો મોડી પડતાં વિવિધ સ્ટેશનો ખાતે મુસાફરો અટવાયાં હતાં. ગુજરાત અને સૌરાષ્ટ્ર એકસપ્રેસના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
 
આગળ વાંચો, પાલેજ સ્ટેશને ફીરોઝપુર એકસપ્રેસ રોકી રખાઇ
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો