અંકલેશ્વરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સોશિયલ મીડીયાનો ભરપુર ઉપયોગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારો રિઝવા માટે ઉમેદવારો ડિનર ડિપ્લોમસીથી માંડી ખાટલા અને ઓટલા બેઠક દોર શરુ થયો છે. તો બીજી તરફ ડીજીટલ પ્રચાર સાથે સોશ્યલ મીડિયાનો સહારો લેવામાં આવી રહયો છે.

સરપંચ અને વોર્ડ સભ્યોની ઉમેદવારી માટે 235 ઉમેદવારો

સજોદ, નવા બોરભાઠા બેટ, કોસમડી, દઢાલ, જીતાલી, સેંગપુરમાં ભારે રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે. મહત્વના ગામો સમાન આ ગામો મતદારો રિઝવા સમૂહ ભોજન, ડિનર પાર્ટી, ફાર્મ પાર્ટી, તેમજ ખાટલા બેઠક, ઓટલા બેઠક તેમજ ઉમેદવારો દોર ટુ દોર પ્રચાર જોડાયા છે. એટલું જ નહિ ડીજીટલ પ્રચારનો સહારો લેતા સોશ્યલ મીડીયા પર જોવા મળી રહ્યો છે. વોટ્સ અપ, ફેસબુક તેમજ અન્ય શોશ્યલ મીડીયાનો સહારો લઇ ડિજિટલ હાઈટેક પ્રચાર પ્રથમ વખત ગ્રામપંચાયતની ચૂંટણીમાં જોવા મળ્યો છે. 

ગામદીઠ ઉમેદવારો
 
ગામબુથસ્ત્રીપુરુષકુલ
સજોદ3144714282875
બોરભાઠા4135013932743
માંડવા4196621084074
નાંગલ25055581063
જીતાલી3141914512870
દઢાલ3109310952188
સેંગપુર296210161978
કોસમડી10403047748804
ધંતુરીયા3146316883151
કુલ34142351408329746
અન્ય સમાચારો પણ છે...