તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર: અંકલેશ્વરના કસ્બાતીવાડમાં ત્રણ સગા ભાઈઓએ તેના  મિત્ર રિયાઝ અબ્દુલ શેખની ચપ્પુ મારી હત્યા કરી ફરાર થઇ ગયા હતાં. વાપરવા નાણાં નહિ આપતા હાંસોટી બંધુઓએ નમાજ અદા કરી પરત ફરી રહેલા મિત્રને ચપ્પુ હુલાવી હત્યા કરી નાખી હતી. બનાવ સંદર્ભે શહેર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી હતી. કસ્બાતીવાડ વિસ્તારના તૈયબા નગરમાં રહેતા 28 વર્ષીય રિયાઝ અબ્દુલ શેખ રાત્રીએ નમાજ અદા કરી પોતાના ઘર તરફ આવી રહ્યો હતો. તે વેળા  અર્ષદ અસલમ હાંસોટી, અરબાઝ હાંસોટી તથા આફતાબ હાંસોટીએ તેને રોકી વાપરવા માટે નાણાં માંગ્યા હતા.
 
ફરાર હાંસોટી બંધુઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરાઈ
 
રિયાઝ શેખે નાણા આપવાની ના પાડતા ત્રણે ભાઈઓએ ઉશ્કેરાઇને રિયાઝ પર હુમલો કર્યો હતો. જેમાં અરબાઝ અને અાફતાબે રિયાઝ શેખને પકડી રાખ્યો હતો અને અર્ષદ હાંસોટીએ છાતીના ભાગે ચપ્પુના ધા મારી  ત્રણે ભાઇઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતાં. ઘટનાસ્થળે ઉભેલા લોકોએ રિયાઝને સારવાર અર્થે સરદાર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં તબીબો તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવતા પીઆઈ સી.આર. રાણા તથા સ્ટાફે  ઘટના સ્થળે આવી હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
 
( તસવીર - હર્ષદ મિસ્ત્રી )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...