તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચને રખડતાં ઢોરથી મુક્ત કરો પાલિકા તંત્ર સામે કોંગ્રેસના દેખાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: ભરૂચમાં રખડતા ઢોરોથી મુકિત અપાવવામાં પાલિકા સત્તાધીશો નિષ્ફળ રહયાં હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ગુરૂવારે દેખાવો કર્યાં હતાં. એક સપ્તાહમાં રખડતા ઢોર સામે કાર્યવાહી નહિ થાય તો રેલી કાઢી પાલિકા કચેરીએ ઢોરોને લઇ જવાની ચીમકી કોંગ્રેસે આપી છે. શહેરના વિવિધ માર્ગો પર રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહયો છે. સવારથી પશુઓ અડીંગો જમાવી દેતાં અકસ્માત, ગંદકીનું પ્રમાણ વધ્યું છે. શહેરમાંથી રખડતાં ઢોર પકડવામાં આવતાં નહિ હોવાથી સમસ્યા વિકટ બની રહી છે. નગરપાલિકા પાસે ઢોર ડબ્બાની જગ્યા નથી તેના કારણે તેમણે પાંજરાપોળ પર આધાર રાખવો પડે છે.
નિષ્ફળ પાલિકા તંત્રના પગલે શહેર આખુ પાંજરાપોળ બન્યું
કોંગ્રેસના કાર્યકરોએ પાલિકા સત્તાધીશો વિરૂધ્ધ દેખાવો કર્યાં

બીજી તરફ પાંજરાપોળ સંચાલકો રખડતાં ઢોરોને રાખતાં નથી. પાલિકાના ભાજપ સત્તાધીશો રખડતાં ઢોરો સામે નિષ્ક્રીય હોવાથી આખું શહેર પાંજરાપોળ બની ગયું હોવાના આક્ષેપ સાથે ગુરૂવારે કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો યોજયાં હતાં. જો એક સપ્તાહમાં આ સમસ્યાનો હલ નહિ આવે તો રેલી કાઢી રખડતાં ઢોરોને પકડી નગરપાલિકા કચેરીએ લઇ જવાની ચીમકી કોંગ્રેસે આપી છે. આજના કાર્યક્રમમાં શમશાદ સૈયદ, નિકુલ મિસ્ત્રી, હેમેન્દ્ર કોઠીવાલા, સંદિપ પટેલ, ઝૂબેર પટેલ, ઇબ્રાહીમ કલકલ, સાજીદ શેખ, આસીફ સીતપોણીયા, ભાવેશ મિસ્ત્રી, ધર્મેશ મોદી અને હિમાંશુ પટેલ સહિતના કાર્યકરો હાજર રહયાં હતાં.
લીલાછમ ગૌચરો મળતીયા ચરી ગયાં

ભાજપે ગૌચરની જમીનો વેચી નાંખતાં શહેરોમાં અડીંગો જમાવે છે. એક સપ્તાહમાં સમસ્યા નહિ ઉકેલાય તો પશુઓને પકડી પાલિકા કચેરી લઇ જવાશે. - ઝુબેર પટેલ, આગેવાન, કોંગ્રેસ
પશુપાલકો સામે કડક કાર્યવાહી થશે

ઢોરોને રખડતાં મુકી દેનારસામે કાર્યવાહી કરાશે. વિરોધપક્ષ ચીમકી આપવાને બદલે સમસ્યાના વ્યવહારૂ ઉકેલનો અભિગમ અપનાવે તે જરૂરી છે. - આર.વી.પટેલ, પ્રમુખ, ભરૂચ નગરપાલિકા
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો