તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપીપળા: નર્મદા ડેમ છલકાશે ત્યારે તમામ માર્ગો બંધ કરી ચક્કાજામ કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપળા: નર્મદા ડેમ ઓવરફલો વખતે એકપણ પ્રવાસીને ડેમ પર નહિ આવવા દઇએ. ડેમ પર આવવાનાં તમામ માર્ગો બંધ કરી ચક્કાજામ કરવાની ચીમકી કેવડિયા ખાતે અસરગ્રસ્તોની ભૂખ હડતાળનાં 6ઠ્ઠા દિવસે મુલકાત ટાંણે ભીલીસ્તાન ટાઇગર સેનાના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ઉચ્ચારી છે.કેવડિયા પુન:વસન કચેરીનાં કમ્પાઉન્ડમાં સરદાર સરોવર નર્મદા ડેમ અસરગ્રસ્તોની પાયાની સુવિધા અને 25 જેટલી માંગણીઓને લઇ ચાલી રહેલુ ઉપવાસ આંદોલન બુધવારે છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યું છે. ગુજરાતનાં 19 ગામનાં વિસ્થાપિતો ભૂખ હડતાળ પર ઉતરતા હવે રાજકીય પક્ષો અને આગેવાનો દોડી આવી તેમને સમર્થન જારી કરી રહ્યાં છે.
બુધવારે કેવડિયા ખાતે ભીલીસ્તાન ટાઇગર સેનાએ ડેમ અસરગ્રસ્તોની મુલાકાત લઇ સમર્થન આપ્યું હતું. સરદાર સરોવર નર્મદા ડેમમાં જમીન ગુમાવનાર આદિવાસીઓને થઇ રહેલા અન્યાય સંદર્ભે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. બીટીએસ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પ્રતીક ઉપવાસ પર બેસેલા વિસ્થાપિતોની મુલાકાત લઈ તેમની માંગણીઓને લઇ ઉગ્ર આંદોલન છેડવાની ખાત્રી આપી હતી.ડેમ વિસ્થાપિતોને સરકારે આપેલા વાયદાઓ અને મળવાપાત્ર હક નહિ આપતા પૂર્વ ધારાસભ્યે મહેશ વસાવાએ જયાં સુધી વિસ્થાપિતોની તમામ માંગણીઓ પુરી નહિ થાય ત્યાં સુધી નર્મદા ડેમ ઓવરફલો થશે ત્યારે એકપણ પ્રવાસીને પ્રવેશવા નહિ દઇએ તેવી જાહેરાત કરી હતી.
સરદાર સરોવર નર્મદા ડેમ સ્થળે જવાનાં તમામ રસ્તા પર ચક્કાજામી સર્જી પ્રવાસીઓને અટકાવવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્ય સાથે ભીલીસ્તાન ટાઇગર સેનાનાં પ્રફુલ વસાવા સહિત મોટી સંખ્યામાં આગેવાનો હજાર રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, ડેમ અસરગ્રસ્તોએ નર્મદા બચાવ આંદોલનનાં પ્રણેતા મેધા પાટકરની આગેવાનીમાં કેવડિયા સાથે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભૂખ હડતાળ શરૂ કરવાનાં ત્રીજા દિવસથી વિવિધ રાજકીય પક્ષો, નેતાઓ અને સંગઠનો કેવડિયા ઉમટી પડી વિસ્થાપિતોને પોતાનું સમર્થન આપી રહ્યાં છે. સાથે જ તેઓની માંગણીઓને રાજય અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાની ખાતરી અપાઇ રહી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો