ભરૂચ: મધ્યપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ તેમજ તેમની સાથેના 200 લોકો નર્મદા પરિક્રમા દરમિયાન હિંગલોટ ગામે પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે આજે ડો. બાબાસાહેબ અાંબેડકરનો નિર્વાણદિન હોઇ તેમને પુષ્પાંજલી અર્પણ કરી હતી. મધ્યપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ તેમજ તેમના ધર્મપત્ની અમૃતાસિંહ તેમજ તેવો સાથે 200 લોકોએ પગપાળા નર્મદા પરિક્રમા શરૂ કરી છે. જે તા.4 ડિસેમ્બરના રોજ હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામેથી સમુદ્ર પાર કરીને નર્મદા સંગમ સ્થળે પૂજા અર્ચના કરી જાગેશ્વર મીઠી તલાવ ખાતે રાત્રી રોકાણ કરી સૂવા - ભાડભૂત થઈ આજરોજ 6 ડિસેમ્બરે હિંગલોટ ગામે પહોચ્યા હતાં.
જ્યાં ગામના તમામ જાતિના લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. આજે 6 ડિસેમ્બરે ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરના મહાનિર્વાણ દિવસ હોય ડો.બાબાસાહેબ આંબેડકરને યાદ કરી મ.પ્ર પુર્વ મુખ્ય મંત્રી દિગ્વિજયસિહ તેમજ તેમના પત્ની અમૃતાસિંહ તેમજ સામાજીક આગેવાન મહેશ પરમાર દ્વારા પુષ્પાંજલી અર્પણ કરી ડોં.બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલી આપી હતી. મુસ્લિમ ગામમાં પરિક્રમાવાસીઓનુ સ્વાગત થતાં હિન્દુ મુસ્લિમ એકતા જોઇ દિગ્વિજયસિંહે તેમને આવકાર્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.