તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અખંડ જ્યોત સાથે વ્યારાથી સારસાપુરી જતો પગપાળા સંઘ નેત્રંગ આવી પહોંચ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેત્રંગઃ વ્યારાથી કૈવલ સંપ્રદાયના અનુયાયીઓ દર વર્ષે સારસાપુરી ખાતે ચાલીને પગપાળા સંઘ કાઢવામાં આવે છે જે આજરોજ નેત્રંગમાં આગમન થતાં ગુરુ પરિવારો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.નેત્રંગ જીન બજાર ખાતે પગપાળા સંઘને આશ્રય અને ભોજન પ્રસાદી કરાવામાં આવી હતી.ત્યારબાદ પૂજાવિધિ અને આરતી કરી અહીથી કૈવલ નામની ધૂન કરતાં કરતાં આગળ જવા રવાનો થયો હતો.
કૈવલ સંપ્રદાયના અને સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુરુ અવિચલદાસજી મહારાજના શિષ્યોનો સંઘ

નેત્રંગ ખાતે આવેલ સંઘ વ્યારાથી બે દિવસ પહેલા નીકળ્યો હતો.જેઓ નેત્રંગ થઈ રાજપારડી,ઉમલ્લા,અસા,નર્મદા નદી પાર કરી સામે પાર માલસર,સાધલી થઈ સારસાપુરી કુલ 220 કિમીનું અંતર પગપાળા કાપશે.આ પગપાળા સંઘમાં કુલ 115 જેટલા કૈવલ સંપ્રદાયના અનુયાયીઓ જોડાયા છે.જેમાં ગુંદિયા ગામેથી ચતુરભાઈ ચૌધરીએ સંઘના મુખ્ય વડાની જવાબદારી લઈ આજે પાંચમું વર્ષથી સતત જય રહ્યા છે.

પગપાળા સંઘનો મુખ્ય હેતુ જ્ઞાન સંપ્રદાયના સ્થાપક પરમ ગુરુ કરુણાસાગરજી મહારાજ જાંબુ દ્વીપમાં માનવને જ્ઞાન થકી કૈવલ કર્તાના સાચા લક્ષને લોકો સુધી કૈવલજ્ઞાનનું પ્રચાર કરવા પરમ ગુરુએ જંબુ દ્વિપમાં 1829માં કાસોર ગામમાં પ્રગટ થઈ અને સારસાપુરીમાં બિરાજયા 105 વર્ષ ધ્યાન જીવન જીવી કૈવલ્ય જ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો અને બ્રહમલીન થયા બાદ સમાધી લીધી.ત્યારે ભાદર સુદ પુનમનો દિવસ હતો ત્યારે તેમના પગના અંગૂઠામાંથી જ્યોત પ્રગટ થયેલ જે આજે પણ અખંડ છે તેના દર્શન કરવાનું ખૂબ મહત્મ્ય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો