ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર સતર્ક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર સતર્ક
- નર્મદામાં 24 કલાકમાં સૌથી વધુ નાંદોદમાં 94 મિ.મિ. અને સૌથી ઓછો દેડિયાપાડામાં47 મિ.મિ.વરસાદ
- ભરૂચ જિ.માં નેત્રંગ તાલુકામાં સૌથી વધારે 101 મિ.મી અને હાંસોટમાં સૌથી ઓછો 08 મિ.મી વરસાદ

ભરૂચ,રાજપીપળા: રાજયના હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.સોમવારની રાત્રે નેત્રંગ તાલુકામાં સૌથી વધારે 101 મીમી અને સૌથી ઓછો હાંસોટ તાલુકામાં 08 મિ.મી વરસાદ વરસ્યો હતો.ભરૂચમાં શનિવારથી શરૂ થયેલી મેઘ મહેર મંગળવારે પણ યથાવત રહી હતી. સોમવારની રાત્રે મેઘરાજા નેત્રંગ તાલુકામાં મહેરબાન રહેતાં 101 મીમી વરસાદ વરસ્યો હતો. રાજયના હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતાં વહીવટી તંત્ર સતર્ક બની ગયું છે.

વરસાદની શકયતાને જોતાં લોકોને સાવચેતી અને સલામતીના પુરતાં પગલાં ભરવાની અપીલ કરી છે.લાંબા સમયના વિરામ બાદ શનિવારથી ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદ વરસવાની શરૂઆત થઇ છે. અત્યાર સુધીમાં નેત્રંગ, વાલીયા અને ઝઘડીયા તાલુકામાં શ્રીકાર વર્ષા થઇ છે. શનિવારથી શરૂ થયેલી મેઘ મહેર મંગળવારે પણ યથાવત રહી હતી. મંગળવારે ભરૂચ,વાગરા અને હાંસોટ તાલુકાને બાદ કરતાં સર્વત્ર વરસાદ વરસ્યો છે. શહેરી વિસ્તારમાં વરસાદને કારણે જન જીવન ઉપર અસર જોવા મળી હતી. સતત વરસી રહેલાં વરસાદને કારણે ખેડૂતોમાં નવી આશાનો સંચાર થયો છે.

નર્મદા જિલ્લામાં મંગળવારના રોજ સવારે 7કલાકે પુરા થતા છેલ્‍લા ચોવીસ કલાક દરમિયાન સૌથી વધુ નાંદોદ તાલુકામાં 94 મિ.મિ. અને સૌથી ઓછો દેડિયાપાડા તાલુકામાં 47મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્‍લાના તિલકવાડા તાલુકામાં 73 મિ.મિ., સાગબારા તાલુકામાં 70 મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં 58 મિ.મિ. વરસાદ નોંધાયો છે.નર્મદા જિલ્લામાં વિવિધ ડેમની સપાટીની વિગતો જોઇએ તો .28મી જુલાઇના રોજ સવારે 8 કલાકે નર્મદા ડેમની સપાટી 120.65 મીટર, કરજણ ડેમની સપાટી 108.00 મીટર, ચોપડવાવ ડેમની સપાટી 183.35 મીટર અને નાના કાકડીઆંબા ડેમની સપાટી 182.70 મીટરની રહેવા પામી છે.સાગબારા તાલુકાએ ગઇકાલની જેમ આજે પણ 512 મિ.મિ. વરસાદ જ્યારે તિલકવાડા તાલુકો 510 મિ.મિ. , ગરૂડેશ્વર તાલુકો 442 મિ.મિ. , દેડિયાપાડા તાલુકો 440 મિ.મિ. અને નાંદોદ તાલુકો400 મિ.મિ. વરસાદ નોંધાયો હતો.
તાલુકાવાર વરસાદ
તાલુકા સવારે 6 સવારે 6થી
વાગ્યા સુધી સાંજે 5
ભરૂચ 21 MM 00 MM
અંકલે. 40 MM 02 MM
વાગરા 06 MM 00 MM
જંબુસર 14 MM 07 MM
આમોદ 14 MM 02 MM
હાંસોટ 08 MM 00 MM
ઝઘડીયા 61 MM 01 MM
વાલીયા 62 MM 18 MM
નેત્રંગ 101 MM 13 MM
અન્ય સમાચારો પણ છે...