તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડિયાના લીમોદરા નદીના કિનારેથી તરતો પથ્થર મળી આવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામના ખેડૂતને નર્મદા નદીના પ્રવાહમાંથી એક આશરે બે કિલોથી વધુ વજનનો તરતો પથ્થર મળી આવતા કુતુહલ સર્જાયું હતું. ખેડૂત દ્વારા પથ્થર ઘરે લાવી પાણીની ટાંકીમાં નાંખતા પથ્થર તરતો હોય તેને જોવા માટે લોકોના ટોળા જામ્યા હતા.
- ઝઘડિયાના લીમોદરા નદીના કિનારેથી તરતો પથ્થર મળી આવ્યો
- ખેડૂતે પથ્થર ઘરે લાવી ટાંકીમાં નાંખતા તરવા લાગ્યો હતો
- વૈજ્ઞાનિકઅવલોકન કરાય તો સાચું કારણ જાણી શકાય
પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામે રહેતા શામળભાઈ ઝીણાભાઈ પાટણવાડીયાનું ખેતર નર્મદા નદીના કિનારે આવેલું છે. શામળભાઈ નદીમાં સ્નાન કરવાની સાથે માછીમારી કરવા ગયા હતા. ગતરોજ તેઓ પોતાના ખેતર ગયા હતા ત્યારે તેઓ નદીએ ગયા હતા. તેમણે અચાનક નદીના પ્રવાહમાં કઈ પીળાશ પડતા કલરનું કંઇક તરીને આવતું જોયું હતું. શામળભાઈને તે શું છે તે જાણવાની કુતુહલતા થતા તેમણે પાણીમાં ઉતરી તેને ઉપાડી લીધું હતું. પીળાશ પડતી વસ્તુ હાથમાં આવતા તેમને તે પથ્થર જેવું લાગ્યું હતું.

આશરે બે કિલોથી વધુ વજન ધરાવતા આ પથ્થર સામાન્ય પથ્થર જેવો દેખાય છે. પરંતુ તેની વિશિષ્ટતા એ છે કે તે અન્ય પથ્થરોની જેમ પાણીમાં ડુબતો નથી. પરંતુ પાણીની સપાટી પર લાકડાની જેમ તરે છે. શામળભાઈ તરતા પથ્થરને સાચવી ઘરે લાવ્યા બાદ તેને પાણીની ટાંકીમાં નાંખતા તે ત્યાં પણ તરતો હોય લીમોદરા ગામમાં ‘તરતો પથ્થર’ જોવા લોકો ઉમટી પડ્યા હતા. કેટલાક લોકોનું માનવું છે કે પથ્થર અંદરથી પોલો હશે એટલે બે કિલોથી વધુ વજન હોવા છતાં તે પાણીની સપાટી પર તરે છે. પથ્થર પાણીમાં કેમ તરે છે તે એ વૈજ્ઞાનિકથી અવલોકન કરે તો સાચું કારણ જાણી શકાય એમ છે.
અન્ય સમાચારો પણ છે...