તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્મદાને જીવંત ન કરાય ત્યાં સુધી માછીમારો મતદાન નહિ કરે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ: ભરૂચ શહેરમાં માછીમાર સમાજની બહુલ વસતી ધરાવતાં વેજલપુર વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બેનર્સ લાગ્યાં છે. ડેમમાંથી પાણી છોડવામાં નહિ આવતાં નદી સુકીભઠ બની જતાં માછીમારીનો વ્યવસાય ઠપ થતાં માછીમારોને જયાં સુધી નદીને જીવંત કરવામાં નહિ આવે ત્યાં સુધી મતદાન નહિ કરવાની જાહેરાત કરી છે. ત્રણ વર્ષથી નદીમાં પાણી નહિ છોડાતા દરિયાના ખારા પાણી નદીમાં આવી જતાં 25 હજાર માછીમારોની રોજગારી છીનવાઇ ચુકી છે.


નવાગામથી કંટીયાજાળ સુધી નદી સુકાઇને ખાડી જેવી બની


ભરૂચ જિલ્લાના માછીમારો દરિયાના ખારા પાણીમાંથી નર્મદાના મીઠા પાણીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલી પકડીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્રણ વર્ષથી ડેમમાંથી પાણી છોડવામાં નહિ આવતાં દરિયાના ખારા પાણી નદીમાં ફેલાઇ ચુકયાં છે જેના કારણે હિલ્સા માછલીનો વ્યવસાય પડી ભાંગ્યો છે. બીજી તરફ સરકાર ભાડભુત પાસે વિયર કમ કોઝવે બનાવવા જઇ રહી છે જેના કારણે દરિયામાંથી આવતી હિલ્સા માછલી સંપૂર્ણપણે બંધ થઇ જશે.


આ બે કારણોને લીધે 25 હજારથી વધારે માછીમારોની રોજગારી સામે સવાલો ઉભા થયાં છે. માછીમાર સમાજ ઘણા સમયથી આંદોલન ચલાવી રહયો છે પણ તેમને આશ્વાસનો સિવાય કઇ મળતું નથી. માછીમાર સમાજ હવે સરકારને પાણી બતાવવા માટે સજજ બન્યો છે. ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બેનર્સ લાગી ચુકયાં છે. નર્મદા નદીને જીવંત કરવામાં નહિ આવે ત્યાં સુધી મતદાન નહિ કરવાનો માછીમારોએ નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...