ઉછાલી ગામે અમરાવતી નદીમાં માછલાઓના રહસ્યમય મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે અમરાવતી નદીમાં શુક્રવારની સવારે રહસ્યમય સંજોગોમાં હજારો માછલાઓ મૃત હાલતમાં જોવા મળ્યા હતા. કેમિકલ યુક્ત પાણીના કારણે માછલાંઓના મોત થયાં હોવાનો આક્ષેપ લોકોએ કર્યો હતો જયારે જીપીસીબીએ પાણી ડાયલ્યુટ હોવાથી માછલાઓના મોત માટે અન્ય કોઇ કારણ હોવાનું જણાવ્યું હતું. ઉછાલી અને દઢાલ ગામ વચ્ચે વહેતી અમરાવતી નદીમાં શુકવારની સવારે હજારોની સંખ્યા માં માછલાં મૃત હાલતમાં જોવા મળ્યા હતા.
લોકો કહે છે પ્રદુષિત પાણી જવાબદાર જયારે જીપીસીબીએ કરેલો ઇન્કાર

આ વાત વાયુ વેગે ગામમાં ફેલાતા ટોળા ઉમટી પડ્યાં હતાં. નદીના પાણીમાં રહેલાં મોટાભાગનાં જળચર જીવોના પણ મોત થયાં હતાં. ઉછાલી ગામના સરપંચ જીતુભાઇ પટેલએ જી.પી.સી.બીને જાણ કરી હતી. મોનીટરિંગ ટીમે પાણીના જરૂરી નમૂના લીધાં હતાં. પ્રાથમિક તપાસમાં પાણીમાં પીએચની માત્રા નોર્મલ હોવાનું જાણવા મળ્યું હતું.
ગામલોકોએ જણાવ્યું હતું કે, ગત રાત્રે વરસાદ પડતાં કોઇ બેેેજવાબદાર ઉદ્યોગોઓએ વરસાદી પાણી સાથે તેમના કેમિકલવાળા પાણીનો નદીમાં નિકાલ કરી દેતાં આ ઘટના બની છે. છેલ્લા પાંચ વર્ષ થી આ ઘટના બની રહી છે. આ અગાઉ અમરાવતી નદીમાં સારંગપુર, દઢાલ, ઉછાલી, અમરતપુરા ગામની સીમમાં માછલાં મરી ગયા હોવાના બનાવો બની ચુકયાં છે. પાણીના નમુનાનો રીપોર્ટ આવ્યાં બાદ જ માછલાઓના મોતનું કારણ જાણી શકાશે.
તપાસ કરવામાં આવી રહી છે

આ અંગે ફરિયાદ મળતા તપાસ ટીમ મોકલી તપાસ કરવામાં આવી છે. જરૂરી નમૂના પણ લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં કોઈ કારણ જોવા મળતું નથી. કેમિકલ યુક્ત પાણીના કારણે નહિ પણ અન્ય કારણસર મોત થયું હોઈ શકે છે. - આર.બી ત્રિવેદી, પ્રાદેશિક અધિકારી, જી.પી.સી.બી, અંકલેશ્વર
અચાનક હજારો માછલાં મરી ગયા છે

સવારે હજારો માછલાં નદીના પટ પર તરતા જોવા મળ્યા હતા. માછલાંઓ કેમિકલ યુક્ત પાણીના કારણે મરણ ગયા છે ગત રાત્રીના વરસાદ પડતા પાણી સાથે કેમિકલ યુક્ત પાણી છોડવાના કારણએ જ છે. દર વર્ષે આ સમસ્યા અમરાવતી નદી પટ પર આવેલા ગામોમાં જોવા મળે છે સમસ્યાનું કાયમી નિરાકરણ જરૂરી છે. - જીતુ પટેલ, સરપંચ, ઉછાલી
( તસવીર - હર્ષદ મિસ્ત્રી )
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...