તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચઃ ખેતરના ઘરમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપી, ધૂમાડાના ગોટેગોટા વળ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાલીયાઃ સુરત જિલ્લાના કામરેજ ખાતે રહેતા અને વાલીયા તાલુકાનાં શીર ગામના ખેડૂતના ખેતરમાં બનાવામાં આવેલ બે રૂમના પાક્કા મકાનમાં કોઈ અજાણ્યા ઇસમોએ વહેલી સવારે આગ લગાડી દીધી હતી. જેમાં ઘરમાં મુકેલા ખેતીના ઓજારો, ખાતર, બિયારણ, ડ્રીપની નળીઓ, પીવીસી પાઇપ અને ડ્રીપના ફિલ્ટર મુકેલા હતા. જે તમામ સામગ્રી આગમાં બળીને રાખ થઈ ગઈ હતી. ઘરમાં આગ લાગતાં અંદાજે બે લાખનું નુકશાન થતા પડી ભાંગ્યા હતા. ખેડૂતે નેત્રંગ પોલીસમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
શીર ગામે સર્વે નંબર 96 વાળી જમીન 29 એકર છે

હરિસંગ માનસંગભાઈ સોલંકીને વાલીયા તાલુકાનાં ભૂલેશ્વર અને શીર ગામે ખેતીની જમીનો આવેલ છે. જેમાં શીર ગામે સર્વે નંબર 96 વાળી જમીન 29 એકર છે. આ જમીન તેઓએ ચાર ખેડૂતો સાથે ભાગીદારીમાં લીધી છે. આ જમીનની દેખરેખ રાખવા દોલતપુર ગામે રહેતા હરેશભાઈ પટેલને ભાગે આપી છે. ખેતરમાં અંદર પ્રવેશતા એક પાકું બે રૂમનું મકાન બનાવેલ છે. જેમાં ખેતીના ઓજાર વગેરે સામાન મૂકે છે. ગતરોજ વહેલી સવારે કોઈ અજાણ્યા ઇસમોએ ઘરમાં આગ લગાડી નાસી છૂટ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે જેની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા ઊચે સુધી નજરે પડતાં હતા.
ખેડૂતે આગમાં બે લાખની નુકશાનીની નેત્રંગ પોલીસમાં નોંધાવી ફરિયાદ

આગની અંદર જમણી બાજુના રૂમમાં રાસાયણીક ખાતર 10 થેલી,સોયાબીનમાં છાંટવાની દવા,ડ્રીપની લેટરલ લાઇનના બંડલો 30 અને ડાબી બાજુના રૂમમાં ઇલેક્ટ્રીક મોટરના સ્ટાર્ટર 2,દવા છાંટવાના પંપ 2,કેબલ વાયર 100 મીટર,ડ્રીપ લાઇનના ફિલ્ટર 4,ફિનોલેક્સ પીવીસી પાઇપ 30,મોટરની કૉલમ પાઇપ યુપીવીસી 20,તેમજ અન્ય પાવડા તગારા જેવા ખેત ઓજાર વગેરે બળીને રાખ થઈ ગયું હતું.આગજનીના બનાવમાં ખેડૂતને કુલ 2,00,000/- રુપિયાનું નુકશાન થયું હોવાનો ગુન્હો નોંધાવ્યો છે.
પોલીસ સ્ટાફના અભાવે આવા તત્વોને મોકળું મેદાન

ખેડૂતોને રંજાડવા,નુકશાન કરવું,ખેતી કરવા ખંડણી માંગવી,મોટર કેબલની ચોરીઓ કરવી અને તોડફોડ કરવાની પ્રવૃતિઓ છેલ્લા ઘણા વર્ષોથી નેત્રંગ,વાલીયા અને ઝગડિયા તાલુકામાં વધી ગયું છે.પોલીસ સ્ટેશનમા કર્મચારીઓની પુરતી ભરતી નહીં થતી હોવાથી સ્ટાફના અભાવે આવા તત્વોને મોકળું મેદાન મળી ગયું છે. સત્વરે ઉચ્ચસ્તરે આ પ્રવૃતિઓનાં મોનિટરિંગ કરી આવા ઇસમોને ઝડપી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે અને ન્યાય મળે તેવી આશ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો