તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરમાં તસ્કરો ત્રાટક્યા, વીજટ્રાન્સફર્મર તોડી રૂા. 67 હજારના કોપરની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામની સીમમાં ખેતીવિષયક લાઈનનું વીજટ્રાન્સફર્મર તોડી પાડી તસ્કરો અંદરથી કોપર કોયલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બનાવ સંદર્ભે વીજ નિગમના અધિકારી દ્વારા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી

ડી.પી તોડી પાડી તસ્કરો ઓઇલનો બગાડ સાથે નુકશાન

પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી પ્રમાણે અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામની સિમમાં ગુજરાત બીજ નિગમ દ્વારા ખેતીવિષયક એગ્રિકલચર લાઈન નાખવામાં આવેલી છે જે પર રહેલ ટ્રાન્સફર્મરને તસ્કરો તોડી પાડી અંદરથી કોપર કોયલો અને તેમજ અન્ય ધાતુની ચોરી કરી ફરાર થઇ ગયા હતા તો ચાલુ લાઈનને નુકશાન કરી વીજ નિગમ ઓઇલ તેમજ અન્ય નુકશાન પહોચાડ્યું હતું બનાવ સંદર્ભે દક્ષિણ ગુજરાત વીજ નિગમના અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારના કમલેશભાઈ દલવાડી દ્વારા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે 67.100 રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
અન્ય સમાચારો પણ છે...