તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેત્રંગના ટીમલા ગામે નદી પરનું નાળુ જર્જરિત હાલતમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેત્રંગ:  નેત્રંગ તાલુકાનાં કાટીપાડા ગામથી ટીમલા,ફોરેસ્ટ ઝરણા અને શણકોઈ જવાના રસ્તે આવેલા ચાર જેટલા નાળા બિસ્માર બનતા લોકોને ભારે અગવડ પડી રહી છે.દર ચોમાસે ચારેય નાળામાં ઉપરવાસમાં વરસાદનું ભારે પાણી આવે એટલે આ રસ્તે આવતા ગામો સંપર્ક વિહોણા થઈ જાય છે. નેત્રંગથી કાટીપાડા થઈ ટીમલા જતાં રસ્તે અમરાવતી નદી પર બનાવામાં આવેલ આરસીસી નાળું ઘણા સમયથી ધોવાય ગયું છે.
 
વહેલી તકે રીપેરિંગ કરવામાં આવે તેવી લોક માંગણી ઉભી થઇ છે
 
ટીમલા ગામથી આગળ કૂકડાકોતર જવાના રસ્તે સાકડું નાળુ તૂટી પડ્યા બાદ તેમાં મોટા મોટા પથ્થરો નાખી દેવાયા છે.ઝરણા ગુરુ દરબારમાં દર્શનાર્થે આવતા ભક્તોને હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. શણકોઈ ગામે બાલા હનુમાનજી મંદિરે આવતા ભક્તોનો હવે શ્રાવણ મહિનામાં ભારે ધસારો રહે છે તેમ છતાં આ રસ્તો અને તેના પર આવેલા નાળા વર્ષોથી બિસ્માર છે. આ રસ્તાઓ તથા નાળાઓના રીપેરિંગની કામગીરી સત્વરે શરૂ કરવામાં આવે તે જરૂરી છે.
 
( તસવીર - અતુલ પટેલ )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...