તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમે આ એન્કાઉન્ટર ગુજરાતને બીજું કાશમીર બનતું અટકાવવા કર્યું: વણઝારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા: રાજપીપળામાં નર્મદા જિલ્લા જાહેર નાગરિક સન્માન સમિતિના ઉપક્રમે રાજયના પૂર્વ આઇપીએસ અધિકારી ડી.જી. વણઝારાનું રવિવારે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાઇક રેલી સહિતના કાર્યક્રમો યોજાયાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, રાજયમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય વિચારધારાવાળા પક્ષ માટે મત માંગવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ મારુ નહિ સમગ્ર દેશની પોલીસનું સન્માન છે
  
ડી.જી.વણજારાએ જણાવ્યું હતું કે આ મારુ નહિ સમગ્ર દેશની પોલીસનું સન્માન છે. તે સમયની કેન્દ્ર સરકારે ગંદી રાજનીતિના ભાગરૂપે અમારા એન્કાઉન્ટર ખોટા બતાવી કુપ્રચાર કરી ફસાવી જેલમાં મોકલ્યા હતાં. મારી સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, હૈદરાબાદના ૩૨ પોલીસ અધિકારીઓએ જેલવાસો ભોગવ્યો હતો. અમે આ એન્કાઉન્ટર દેશની સલામતીને મજબૂત બનાવવા તથા ગુજરાતને બીજું કાશમીર બનતું અટકાવવા કર્યું હતું.

જે પક્ષની રાષ્ટ્રીય વિચારધારા હશે તેની સાથે જોડાઇશ

જે પક્ષની રાષ્ટ્રીય વિચારધારા હશે તેની સાથે જોડાઇશ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના વડપણ હેઠળ કામ કરવાની તૈયારી બતાવી તેમણે રાજનીતિમાં આવવાના સંકેત પણ આપ્યા હતાં. આ પ્રસંગે ગુજરાત અસ્મિતા મંચના પ્રમુખ નીરજ જૈન, સહકારી અગ્રણી ઘનશ્યામ પટેલ, ડો.દર્શના દેશમુખ, ભારતી તડવી સહીતના આગેવાનો હાજર રહયાં હતાં.

(તસવીરો પ્રવિણ પટવારી, રાજપીપળા)
બાઇકરેલીની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો