પુત્રીના જન્મદિને કેળવણી નિરીક્ષકે 125 બાળકોને ભોજન કરાવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે કેળવણી નિરીક્ષકે  પોતાના દીકરાની જન્મદિન ઉજવણી ભાગ રૂપે શાળા બાળકો તિથિ ભોજન પીરસ્યું હતું જેમાં 125 થી વધુ બાળકો અને શિક્ષકો તેમજ અધિકારીઓ જોડાયાં હતાં. તાલુકા પંચાયતમાં કેળવણી નિરીક્ષક તરીકે ફરજ બજાવતા અને ઇંચાર્જ તાલુકા વિકાસ અધિકારી જલ્પાબેન વટાણાવાલા એ તેમાના દીકરાનો જન્મ દિવસ શાળા બાળકો સાથે ઉજવ્યો હતો.
 
તાલુકા પંચાયતના અધિકારીઓ અને શિક્ષકો હાજર રહયાં

જલ્પાબેન ,પ્રજ્ઞેશભાઈએ રિયાનના જન્મદિન નિમિત્તે આભ્યાસ કરતા 125 જેટલા બાળકોને તિથિ ભોજન પીરસ્યું હતું. આ પ્રસંગે તાલુકા શિક્ષક સંઘ,બી.આર.સી, સી.આર.સી કો.ઓડીનેટરે,આચાર્યો,શિક્ષકો ,રાજ્ય પ્રા.શિક્ષક સંઘના પ્રચાર મંત્રી હર્ષદ પટેલ સહીત આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
 
( તસવીર - હર્ષદ મિસ્ત્રી )
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...