તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાની ઘટનાના દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત: નીકળી વિશાળ રેલી, કલેક્ટરને આવેદન અપાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરુચ: ઉના તાલુકાના સામઢિયાળા ગામે મૃત પશુનું ચામડું ઉતારી રહેલાં દલિત યુવાનોને કથિત ગૌરક્ષકોએ માર મારવાની બનેલી ઘટનાના ભરૂચ તથા નર્મદા જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે. આજે બુધવારે કોંગ્રેસ, જનતાદળ (યુ), આમ આદમી પાર્ટી, ભીલીસ્તાન ટાઇગર સેના તેમજ અન્ય સંગઠનોએ તંત્રવાહકોને આવેદનપત્ર આપી દલિત સમાજના યુવાનો પર અત્યાચાર ગુજારનારાઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી. ભરૂચ, રાજપીપળા, નેત્રંગ, ઝઘડીયા, જંબુસર સહિતના નગરોમાં દલિત આગેવાનોએ ભેગા મળી ઉનાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાંખી હતી ઉનાની ઘટનાના વિરોધમાં બુધવારે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું પરંતુ ભરૂચ અને નર્મદા જિલ્લામાં બંધની અસર નહિવત જોવા મળી હતી.
દલિતો પર અત્યાચારો રોકવા માટે માંગણી
ભરૂચ શહેરમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ કલેકટર સંદિપ સાંગલેને આવેદનપત્ર આપ્યાં હતાં. કોંગ્રેસના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપી ઉનામાં દલિત યુવાનોને માર મારવાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાંખી હતી. રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. ઉનામાં બનેલી ઘટનામાં જવાબદાર તમામ લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ રેલવે સ્ટેશન સ્થિત ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
આ અંગે વધુ વાંચવા આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો