તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલીયાના રાજપરા પાટીયા પાસે વાહનની ટકકર વાગતા દંપતિનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલીયા: તાપી જિલ્લાના ચોરવાડા ગામેથી સેવડ પિયરમાં દીકરી જમાઈ મળવા આવેલાં દંપતિનું રાજપરા ગામના પાટિયા આગળ નાળા નજીક કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક અને આ પતિ-પત્નીના ગંભીર ઇજાને કારણે ઘટના સ્થળે મોત થયા હતા.બનાવની ફરિયાદ મુકેશ ગામીતે વાલીયા પોલીસ સ્ટેશનમા આપી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર વાલીયા તાલુકાનાં સેવડ ગામના મુકેશભાઇ ગામીતની પુત્રી મનીષાના લગ્ન તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં ચોરવાડા ગામે પ્રેમકુમાર ગામીત સાથે કરેલ હતા.લગ્ન બાદ દીકરી જમાઈ સેવડ ખાતે પરિવારને મળવા આવ્યા હતા.
ચોરવડેથી સેવડ રહેતી દીકરી જમાઇને મળવા આવ્યાં હતાં
આ દંપતી મળી પરત ચોરવાડા જવા નીકળ્યા હતા.તે અરસામાં ઘરથી ચાર કિમી દૂર વાલીયા વાડી રોડ પર તેમની બાઇક લઈને જતાં હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને એમની બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સાથે આ દંપતી ફંગોળાયું હતું જેમાં બંનેને આખા શરીરે ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે મોત થયા હતા.બનાવના પગલે ગામના લોકો દોડી ગયા હતા પરંતુ વાહન ચાલક ટક્કર મારી નાસી છૂટ્યો હતો.હાલ તો વાલિયા પોલીસ રાજપરા ગામના પાટિયા નજીક આવેલ નાળા પર થયેલ અકસ્માતના પંચક્યાસ કરી ફરાર અજાણ્યા વાહનની તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...