તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં સૂકીભઠ બનેલી નર્મદા બે કાંઠે વહેતી કરવા પહેલી પ્રાથમિકતા: મુખ્યમંત્રી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર: ભરૂચ જિ.માં સૂકીભઠ નર્મદા વચ્ચે વિકરાળ બની રહેલી ખારપટની સમસ્યાં અંગે મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ કહ્યું હતું કે, નર્મદા નિરંતર બે કાંઠે વહેતી રહે તેના માટે રાજય સરકારની પહેલી પ્રાથમિકતા છે.
ખારાશ સાથે ટ્રાફિકની સમસ્યા રજૂ કરાઇ

અંકલેશ્વરમાં સ્નેહમિલનમાં મુખ્યમંત્રી સામે ભરૂચ જિલ્લાની બે ગંભીર સમસ્યાં પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જેમાં નર્મદા ડેમમાંથી સતત પાણી નહિ છોડાતા સૂકીભઠ બની રહેલી નર્મદા નદી અને તેમા વધતી જતી ખારાશ સાથે ટ્રાફિકની સમસ્યા રજૂ કરાઇ હતી. નર્મદા નદીના સુકાતા જતા પટ માટે રાજય સરકાર સતત ચિંતિત છે. આ ગંભીર મુદ્દે તેઓ રિવર કમ બેરેજ યોજના તેમજ કોઝવે બનાવા નિર્ણયો પ્રત્યે જરૂરી અભ્યાસ કરી ઝડપથી નિકાલ કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છે.
રીવર કમ બેરેજ અને કોઝવે બનાવવા સરકાર આગળ વધી રહી છે
છેલ્લા 8 વર્ષ થી કાગળ પાર વધી રહેલા રિવર કેમ બેરેજ યોજના ભાડભૂત બાબતે પુછતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઝડપથી અમલમાં મુકવા તરફ વિચારી રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચતા નર્મદા નદીનાં મીઠા જળ ભરૂચ જિલ્લાની પ્રજાને મળતા ન હોવા અંગે તેમણે વધુમાં કહ્યું હતું કે, ભરૂચ જિલ્લાને પણ ટૂંકમાં પાણી મળશે. ડેમમાંથી નિયમિત પાણી છોડાઇ રહ્યું છે, જેને લઇ 2 કાંઠે નર્મદા નદી સદા વહેતી રહેશે તેવા તમામ પ્રયત્નો સરકાર કરી રહી છે.
(તસવીરો: હર્ષદ મિસ્ત્રી, અંકલેશ્વર)
આગળની સ્લાઇડમાં વાંચો, કોંગ્રેસના આગેવાનો 3 કલાક સુધી નજર કેદ.....