હાંસોટમાં ઉર્સ શરીફની ઉજવણી, દેશ વિદેશના મોટી સંખ્યમાં ઉમટ્યા શ્રધ્ધાળુઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાંસોટ: હાંસોટમાં મીની અજમેર તરીકે નામના મેળવનાર છોટુ મિયા બાવાની દરગાહ પર ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયાં હતાં. ગાદીપતિ હજરત બાવા મનસૂરીએ હિન્દુ મુસ્લિમ બિરાદરો ને આશીર્વાદ સાથે શુભકામનાઓ પાઠવી હતી.

દેશ વિદેશના મોટી સંખ્યમાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા

હાંસોટમાં આવેલ આસ્થા,શ્રદ્ધા, કોમી એકતા અને ભાઈચારાનાં પ્રતિક સ્વરૂપ અને મીની અજમેર તરીકે નામના મેળવનાર દરગાહ પર છોટુ મિયા બાવાનો 39 મો અને  હજરત કલીમુલ્લાહ બાવાના બીજા  ઉર્સ ની શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ ઉર્સ દરમિયાન દેશ વિદેશ થી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રધ્ધાળુઓ ઉમટી પડયાં હતાં. પ્રસંગે સંદલ-કવ્વાલી અને નિયાઝ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દર વર્ષે ઉજવાતાં આ ઉર્સમાં મેળાનું આયોજન પણ કરવામાં આવે છે. આ દરગાહ ના હાલના ગાદીપતિ પીર મોહંમદ હજરત બાવા મનસૂરી એ હિન્દુ મુસ્લિમ બિરાદરોને આશીર્વાદ સાથે શુભકામનાઓ પાઠવી હતી. આમ મીની અજમેર તરીકે નામના મેળવનાર છોટુ મિયા બાવાની દરગાહ પર ઉર્સની અનોખી ઉજવમી કરવામાં આવી હતી.
 
તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...