તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાદરા પાલિકાના કોર્પોરેટરે મહારાષ્ટ્રથી મંગાવેલો 4 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર: પાદરા નગરપાલિકાના સભ્યએ મહારાષ્ટ્રથી મંગાવેલો 4 લાખ રૂપિયાની કિમંતનો વિદેશી દારૂ અંકલેશ્વર નજીકથી આર.અાર.સેલે ઝડપી પાડયો છે. નવાપુરથી બે કારમાં દારૂની 1,400થી વધારે બોટલો લાવી તેને વડોદરા અને પાદરા ખાતે પહોંચાડવાની હતી. વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે દારૂની રેલમછેલનો તખતો ઘડાઇ ચુકયો છે. કોર્પોરેટરનો વિદેશી દારૂ ઝડપાતાં રાજકીય માહોલ પર ગરમાયો છે.


બે કારમાં બેઠેલા વડોદરાના 4 શખ્સની ધરપકડ કરાઈ


વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો ખેલ જામી રહયો છે. મતદારોને રીઝવવા રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો અવનવા કીમીયા અજમાવી રહયાં છે. વડોદરા જિલ્લાની પાદરા નગરપાલિકાના નગરસેવકે મહારાષ્ટ્રથી મંગાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વડોદરાની આરઆરસેલની ટીમે બાતમીના આધારે અંકલેશ્વર પાસેના ને. હાઇવે પર યુપીએલ ચોકડી પાસે વિદેશી દારૂની ખેપને ઝડપી પાડવા વોચ ગોઠવી હતી.


દરમ્યાન ઇનોવા કાર અને નિશાન સન્ની કાર આવતા તેને રોકી ઇનોવાની તલાશી લેતા વિદેશી દારૂની 1,400થી વધારે બોટલો મળી આવી હતી. બંને કારમાં બેઠેલાં વડોદરાના રણજીતસિંહ ચૌહાણ, ભાવેશ ગાયકવાડ, જીગર પટેલ અને મહેશ પરમારની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેમણે દારૂનો જથ્થો પાદરા નગરપાલિકાના સભ્ય ભાવેશ ઉર્ફે લાલા પટેલે મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. મહારાષ્ટ્રના નવાપુરાથી પિન્ટુ નામના ઈસમે આપ્યો હોવાની કબુલાત તેમણે કરી હતી. પોલીસે 4 લાખ રૂપિયાનો વિદેશી દારૂ તથા બે કાર મળી 17 લાખ રૂપિયા ઉપરાંતનો મુદામાલ કબજે કર્યો છે.

 

તસવીરો: હર્ષદ મિસ્ત્રી, અંક્લેશ્વર

વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

અન્ય સમાચારો પણ છે...