હિંદુઓને આતંકવાદી કહ્યા તે આજે પોતાને હિન્દૂ હોવાનું જણાવી રહ્યા છે: સ્મૃતિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર: અમેઠી વિકાસ કર્યો નથી તેવો ગુજરાતમાં વિકાસ શોધવા નીકળ્યા છે. હાલ ગુજરાત એક ભાઈ બહુ આવે છે અને મંદિરોના આંટાફેરા મારે છે જેમને હિંદુઓને આતંકવાદી કહ્યા તે આજે પોતાને જનોઈધારી હિન્દૂ હોવાનું જણાવી રહ્યા છે તેમ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ અંકલેશ્વર ખાતે જણાવ્યું હતું. 


સ્મૃતિ ઈરાની જણાવ્યું હતું કે હાલ એક ગુજરાત માં એક ભાઈ બહુ આટા મારી રહ્યા છે. મંદિરે મંદિરે ફરી રહ્યા છે જેને હિન્દૂઓને આતંકવાદી ગણાવ્યા હતા તેવો હવે પોતાને જનોઈ ધરી હિન્દૂ જાણવી રહ્યા છે. તેમને વિકાસ દેખાતો નથી.જેમને અમેઠીમાં વિકાસ કર્યો નથી તેવો ગુજરાતમાં વિકાસ શોધી રહ્યા છે. રાહુલને ગુજરાત કન્યા કેળવણી, ગુણોત્સવ દેખાતો નથી. રાહુલને સમજાતું નથી તેમના ટ્વીટ પર કેવા ગણિત આવે છે એને તો લોકો જાણે જ છે.

 

કોંગ્રેસ એવી ઇચ્છતી હતી કે ગરીબ વધુને વધુ ગરીબ રહે. જેમના અમેઠી વિધાનસભા 5 બેઠક ગઈ, તમામ પાલિકા-પંચાયત ગઈ તેઓ પોતાના ઘર તો સાચવી શકતા નથી અને ગુજરાત વિકાસ શોધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...