તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચના યુવાને બુલેટ પર 6000 કીમીનો પ્રવાસ ખેડયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ: ભરૂચના બીરજુ પટેલ નામના મિકેનીકલ એન્જીનીયર યુવાને તેની બુલેટ પર 6000 કીમીનો પ્રવાસ ખેડયો છે. ભરૂચથી શરૂ થયેલી સફર દરમિયાન તેણે પાંચ રાજયો પસાર કર્યા હતાં અને હાંજા ગગડાવી નાંખતી હિમાલયની ઠંડીમાં એકલા હાથે પડાવો પાર કર્યા હતાં. મન હોય તો માળવે જવાયની ઉક્તિને યુવાને સાચા અર્થમાં સાર્થક કરી છે.

 

 ભરૂચથી અજમેર, લુધિયાણા, શ્રીનગર, કારગીલ, લેહ, મનાલી અને ચંડીગઢ સુધીની સફર એકદમ રોમાંચક રહી હતી. માર્ગમાં આવતાં કુદરતી દ્રશ્યોને કેમેરામાં કેદ કરવાની મજા અનોખી હતી.  લેહથી મનાલી સુધીના માર્ગ પર સૌથી વધારે ઠંડીનો સામનો કરવો પડયો હતો તેમ બીરજુ પટેલે જણાવ્યું હતું. કારગલીમાં કારગીલ વોર મેમોરીયલની સામે બીરજુએ જવાનોની સમક્ષ વાંસળીના સુર રેલાવ્યાં હતાં. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનએ સેનાનો વિભાગ છે અને તે પહાડી વિસ્તારોમાં રસ્તા બનાવવાનું કામ કરે છે અને તેના કારણે પ્રકૃતિ અને સાહસપ્રેમીઓ તેમના સ્વપ્ન પુરા કરી શકે છે તેમ તેણે ઉમેર્યું હતું.

 


બીરજુ પટેલે પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે, શ્રીનગરમાં શુન્ય ડીગ્રી તાપમાનમાં તે હોટલનો રૂમ શોધી રહયો હતો અને તેવામાં સેનાના જવાને તેને પૂછયું હતું કયાં કર રહે હો, ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે, જય હીંદ સર મે ગુજરાત સે આ રહા હું અને આ વાકય સાંભળી જવાન ખુશ થઇ ગયો હતો અને એક નેતાએ મને આશરો આપ્યો હતો. પોતાની જાત સાથે વાત કરવા માટે સોલો ટ્રાવેલીંગથી ઉત્તમ કોઇ માધ્યમ નથી. 6,000 કીમીના પ્રવાસ દરમિયાન સેનાના જવાનો સાથેનો અનુભવ એકદમ યાદગાર રહયો અને દેશના દરેક નાગરિકે તેમને સન્માન આપવું જોઇએ.  હિમાલયની પહાડીઓમાં માઇનસ 15 થી 20 ડીગ્રી તાપમાનમાં આઠ ઢોળાવો પસાર કર્યા હતાં તેમ બીરજુ પટેલે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...