સખીમંડળ દ્વારા લિંબોડીમાંથી રૂા. 21.29 લાખની આવક

ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા નીમ પ્રોજેક્ટ અંતર્ગત નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 12, 2016, 02:08 AM
Bharuch Women Collected Limbodi Rs 21 Income
ભરૂચ: ભરૂચ જિલ્લાની સખીમંડળની 1708 બહેનોએ માત્ર 15 દિવસની મહેનતમાં કચરામાં ફેંકી દેવાતી લિંબોડી એકત્ર કરી તેના બદલામાં કુલ 21.29ની આવક મેળવી હતી. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા નીમ પ્રોજેક્ટ અંતર્ગત નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સામાન્યત: કચરામાં ફેંકી દેવાતી લિંબોડીમાંથી આવક મળી શકે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જીએનએફસીને ખાતરને કોટિંગ કરવા માટે લિંબોડીના તેલનો ઉપયોગ કરતી હોય છે. જેના માટે જીએનએફસી અન્યત્ર માધ્યમથી રો-મટિરિયલ મેળવતી હોય છે.

ખાતર ઉપર આવરણ માટે લિંબોડીના તેલની જરૂરિયાત

જિલ્લા પંચાયત દ્વારા સખીમંડળની બહેનોને આવકનો એક સ્ત્રોત મળી રહે તે માટે દરેક તાલુકાની સખીમંડળની બહેનોને તેમના વિસ્તારમાં આવેલાં લિમડાના વૃક્ષ પરથી પડતી લિંબોડી ભેગી કરી તેને એકસ્થળે એકત્ર કરી જીએનએફસીને આપવામાં આવે તો તેના બદલામાં તેમને રૂપિયા ચુકવવામાં આવ્યાં હતાં. ભરૂચ જિલ્લામાંથી કુલ 2.83 લાખ કિલો લિંબોડી સખીમંડળની બહેનોએ એકત્ર કરી હતી. જે જીએનએફસીને સુપરત કરવામાં આવતાં તેના બદલામાં બહેનોને કુલ 21.29 લાખ રૂપિયા ચુકવાયાં હતાં. ભરૂચ જિલ્લામાં સૌથી વધુ જંબુસર તાલુકામાંથી લિંબોડી એકત્ર કરવામાં આવી હતી.

આવતા વર્ષે પ્રોજેક્ટને વધુ સક્રિય બનાવીશું

આ વર્ષે સખીમંડળની બહેનોએ 2.83 લાખ કિલો લિંબોડી એકત્ર કરી 21.29 લાખની આવક મેળવી છે. આવતાં વર્ષે વધુ સક્રિય રીતે પ્રોજેક્ટને અમલી કરવામાં આવશે. ઉપરાંત જિલ્લાની તમામ સખીમંડળની બહેનો તેનો લાભ મેળવે તેવો પ્રયાસ કરીશું. - આનંદ પટેલ, ડીડીઓ, ભરૂચ.

Bharuch Women Collected Limbodi Rs 21 Income
X
Bharuch Women Collected Limbodi Rs 21 Income
Bharuch Women Collected Limbodi Rs 21 Income
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App