તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં છઠ્ઠા દિવસે જવેલર્સની દુકાનો બંધ રહેતાં 12 કરોડનો કારોબાર ઠપ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂચ: કેન્દ્ર સરકારે સોનાના દાગીના પર એકસાઇઝ ડયુટી નાંખવા તથા સોના-ચાંદીની ખરીદી માટે પાનકાર્ડને ફરજિયાત બનાવી દેતાં દેશભરના જવેલર્સ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયાં છે. ભરૂચમાં છેલ્લા 6 દિવસથી જવેલર્સની દુકાનો બંધ રહેતાં 12 કરોડ ઉપરાંતનો કારોબાર ઠપ થઇ ગયો છે.
- ભરૂચમાં છઠ્ઠા દિવસે જવેલર્સની દુકાનો બંધ રહેતાં 12 કરોડનો કારોબાર ઠપ
- એકસાઇઝ ડયુટીના વિરોધમાં જવેલર્સની અચોક્કસ મુદ્તની હડતાળ
- પાલેજમાં સુવર્ણકાર દ્વારા કેન્ડલ માર્ચ યોજી વિરોધ કરાયો
તાજેતરમાં જાહેર કરાયેલા બજેટમાં સોનાના દાગીના ઉપર એકસાઇઝ ડયુટી નાંખવામાં આવી છે તેમજ અગાઉ સોનાચાંદીના દાગીનાની ખરીદી પર પાનકાર્ડ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના બંને નિર્ણયોના વિરોધમાં દેશભરના જવેલર્સ અચોકકસ મુદ્દતની હડતાળ પર ઉતર્યાં છે. જવેલર્સની માંગણીઓનું યોગ્ય નિરાકરણ નહિ આવતાં સતત છઠ્ઠા દિવસે પણ જવેલર્સની દુકાનો બંધ રહી હતી.ભરૂચ જિલ્લાના 200થી વધારે જવેલર્સ અચોકકસ મુદતની હડતાળમાં જોડાયાં છે.

સતત છ દીવસથી દુકાનો બંધ રહેવાને કારણે 12 કરોડ ઉપરાંતનો કારોબાર ઠપ થઇ ગયો છે. જવેલર્સની દુકાનો બંધ રહેવાને કારણે કારીગરોની હાલત કફોડી બની છે. પોતાની માંગણીઓ સંદર્ભમાં જવેલર્સ મકકમ હોવાથી સોની બજાર કયારથી ખુલશે તે કહી શકાય તેમ નથી. ભરૂચ જિલ્લા જવેલર્સ એસોસીએશનના પ્રમુખ મહેન્દ્ર ચોકસીએ જણાવ્યું હતું કે, સંગઠન તરફથી નવો આદેશ નહિ આવે ત્યાં સુધી જવેલર્સની દુકાનો બંધ રહેશે.તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા સોનાની એકસાઇઝ ડ્યૂટીમાં કરેલા વધારાના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી સુવર્ણકારો સરકાર સામે જંગે ચડયા છે. જેના વિરોધમાં સોમવારે સાંજે ભરૂચ જિલ્લાના પાલેજ નગરના સુવર્ણકાર એસોસીએસન દ્વારા નગરમાં કેન્ડલ માર્ચ યોજી વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો.
રોજના 6 કિલો સોનાનું વેચાણ થાય છે
ભરૂચ જિલ્લામાં જવેલર્સની 200 કરતાં વધારે દુકાનો આવેલી છે. આ દુકાનોમાંથી રોજના 6 કીલોથી વધુ સોનાનું વેચાણ થતું હોય છે. છ દિવસથી ચાલી રહેલી હડતાળને પરિણામે ે સોના-ચાંદીનું વેચાણ અટકી જવા પામ્યું છે. જેના પરિણામે સુર્વણકારોને પણ આર્થિક નપસાન થઇ રહ્યું છે.
સોનાના ભાવમાં 10 થી 15%નો વધારો
કેન્દ્ર સરકાર દ્વારા બજાહેર કરેલા બજેટમાં અેકસાઇઝ ડયુટી તથા ફરજિયાત પાનકાર્ડના વિરોધમાં જવેલર્સની હડતાળની સીધી અસર લગ્ન આયોજકો પર પડી રહી છે. લગ્નસરામાં દુકાનો બંધ રહેતાં લોકોને સોના-ચાંદીના દાગીનાઓ ખરીદવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. સોનાના ભાવમાં 10થી 15 ટકાનો વધારો જોવા મળી રહયો હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.
સરકાર તરફથી યોગ્ય નિર્ણય લેવાવો જોઇએ
જવેલર્સની હડતાળને કારણે સરકાર ટેકસની અબજો રૂપિયાની આવક ગુમાવી રહી છે. એકસાઇઝ ડયુટી અંગ સરકારે યોગ્ય ગાઇડલાઇન બહાર પાડી નથી. સરકારે જવેલર્સની માંગણીઓ સંદર્ભે યોગ્ય નિર્ણય લીધો ન હોવાથી હડતાળ છઠ્ઠા દિવસે પણ યથાવત રહી છે. સરકારે આ બાબતમાં ત્વરિત નિર્ણય લેવામાં આવે તેવી અમારી માંગણી છે. > મહેન્દ્ર ચોકસી, પ્રમુખ, ભરૂચ જિલ્લા જવેલર્સ એસોસીએશન
અન્ય સમાચારો પણ છે...