તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચના છ યુવાનોનો વિદેશમાં ડંકો, સેગવાના સુફિયાન ઝાંબિયાનો કેપ્ટન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: ભરૂચ જિલ્લા 6 યુવાનોએ વિદેશી ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવીને અનોખી સિધ્ધિ મેળવી છે. ભરૂચના સેગવા ગામના 04 યુવાનોએ ઝાંબીયાની અંડર 19 ટીમમાં રમી રહયાં છે. પાનોલી નજીક આવેલાં હથુરણ ગામનો ગુલામ બોદી દક્ષીણ આફ્રિકા તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચુકયો છે તથા મુળ ઉમરાજ ગામનો વતની હસીબ હમીદ ઇગ્લેન્ડની લેંકેશાયર કાઉન્ટીની ટીમનો સભ્ય છે. ઝાંબીયાની અંડર 19 ટીમના કેપ્ટન બનેલાં સેગવાના મહંમદ સુફીયાનના પિતા વિદેશ જતાં અગાઉ ડ્રાયવીંગ કરતાં હતાં.

સુફિયાનના પિતા વિદેશ જતાં અગાઉ ડ્રાઇવરનો વ્યવસાય કરતાં

ઇખર ગામના સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતાં મુનાફ પટેલની ભારતીય ટીમમાં પસંદગી થયાં બાદ જિલ્લામાં ક્રિકેટનો ક્રેઝ વધ્યો છે. ભરૂચ તાલુકાના સેગવા ગામના અફઝલ અલી ઇસાનો પુત્ર મહંમદ સુફિયાન ઝાંબિયા દેશની અંડર 19 ક્રિકેટ ટીમના સુકાની તરીકે વરણી થતાં સમસ્ત મુસ્લિમ વ્હોરા પટેલ સમાજમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. પાનોલી નજીક આવેલાં હથુરણ ગામના મુળ વતની ગુલામ હુસેન બોદી પર સાઉથ આફ્રિકાની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવી ચુકયો છે.

ગુલામ બોદી સાઉથ આફ્રિકા તરફથી રમ્યો

ગુલામ બોદીએ ઓગષ્ટ 2007માં બુલાવાયો ખાતે ઝીમ્બાવે સામે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ભરૂચના ઉમરાજ ગામનો મુળ વતની હસીબ હમીદ પર ઇગ્લેન્ડમાં તેનું કૌવત બતાવી રહયો છે. ઇગ્લેન્ડની અંડર 15 અને 19 તથા લેંકેશાયર કાઉન્ટીની ટીમમાં સ્થાન મેળવી ચુકયો છે. હસીબની તાજેતરમાં ઇગ્લેન્ડની રાષ્ટ્રીય ટીમમાં ઓપનર તરીકે પસંદગી કરાઇ છે.
આગળની સ્લાઇડમાં વાંચો, તાન્ઝાનીયા સામેની મેચમાં મહંમદ સુફીયાને 68 રન બનાવ્યાં....
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો