ભરૂચમાં યુવાને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં આવેલાં શ્રીરામ નગર ખાતે રહેતાં એક યુવાને પોતાના ઘરમાં એકલતાનો લાભ ઉઠાવી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો. જોકે હાલના તબક્કે યુવાને કયાં કારણોસર આંત્યેતિક પગલું ભર્યું હતું તે અંગે કોઇ માહિતી પોલીસને મળી શકી નથી.
 
ઘરમાં એકલતાનો લાભ ઉઠાવી યુવાને મોતને વ્હાલું કર્યું, ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી
 
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ પાસે આવેલાં શ્રીરામ નગર વિસ્તારમાં રહેતો પ્રજ્ઞેશ અશોક રાણા કોઇ કારણસર માનસિક તાણમાંથી પસાર થઇ રહ્યો હતો. દરમિયાન આજે શુક્રવારે બપોરના સમયે તે ઘરે હતો તે વેળાં તેની માતા કોઇ કામ અર્થે ક્યાંક ગયાં હતાં. અરસામાં એકલતાનો લાભ ઉઠાવી તેણે છત પર આવેલાં હૂક સાથે ઓઢણીનો ટૂંપો બનાવી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિવારના સભ્યો ઘરે પરત આવતાં તેમણે ઘરમાનો નજારો જોતાં તેઓ પડી ભાંગ્યા હતાં.

પરિવાજનોના રોકકળથી આસપાસના લોકો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યાં હતાં. બીજી તરફ પોલીસને ઘટનાથી જાણ થતાં પોલીસે પણ ધસી આવી મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. ઘટનાના પગલે મૃતકના પરિવારજનોએ કોઇ અગમ્ય કારણોસર તેણે આપઘાત કર્યો હોવાની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું હતું કે તેણે આઇટીઆઇનો અભ્યાસ કર્યો હતો. જોકે તેની પાસે કોઇ નોકરી ન હતી. જોકે આપઘાતનું સાચુ કારણ પોલીસને મળી શક્યું ન હતું.
 
અન્ય સમાચારો પણ છે...