તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં પશુ સર્વેની કામગીરી વખતે પશુપાલકો-પાલિકા વચ્ચે ઘર્ષણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ: ભરૂચ શહેરમાં વધી રહેલાં રખડતા ઢોરના ત્રાસના સંદર્ભમાં પાલિકાએ શરૂ કરેલી સર્વેની કામગીરી વેળા અયોધ્યાનગર સોસાયટીમાં પશુમાલિકાઓ અને સર્વે ટીમ વચ્ચે બોલાચાલી થઇ હતી. અમારે નોંધણી નથી કરાવવી તેમ જણાવી પશુમાલિકોએ સેનેટરી ઇન્સપેકટર સાથે ઝગડો કર્યો હતો.સર્વેમાં 102 પશુપાલકો અને 970 જેટલાં પશુઓ નોંધાયા છે. કેટલાક માલિકો તેમના પશુઓને છુટ્ટા મુકી દેતા હોવાનું ધ્યાને આવ્યું છે. સોમવારે પશુપાલકોની યાદી પોલીસ વિભાગને સોંપવામાં આવશે.
શહેરમાં 102 પશુ પાલકો અને 970 પશુઓની નોંધણી કરવામાં આવી
શહેરના મુખ્યમાર્ગો પર વધી રહેલાં રખડતાં ઢોરના ત્રાસને નાબુદ કરવા માટે પાલિકાતંત્રએ આળસ મરડી છે. બે દિવસ અગાઉ પાલિકાની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય દુષ્યંત પટેલએ રખડતાં ઢોર બાબતે નકકર કાર્યવાહી કરવા માટે સત્તાધીશોને સુચના આપી હતી. આજે શનિવારથી પાલિકાએ નગરપાલિકાની હદમાં આવતાં વિસ્તારોમાં પશુપાલકોના સર્વેની કામગીરી શરૂ કરી હતી. વોર્ડ નંબર 4માં સર્વે માટે ગયેલાં સેનેટરી ઇન્સપેકટર અશોક દલાલ અને પશુમાલિકો વચ્ચે બોલાચાલી થઇ હતી. અમારે પશુઓની નોંધણી નથી કરાવવી તેમ જણાવી ઝગડો કરતાં વાતાવરણ તંગ બની ગયું હતું. સર્વેની પ્રાથમિક વિગતો મુજબ નગરપાલિકાની હદમાં 102 પશુપાલકો અને 970 પશુઓ નોંધાયા છે. કેટલાક પશુમાલિકો પાસે ઢોર રાખવાની વ્યવસ્થા છે જયારે કેટલાક તેમના પશુઓને રખડતાં મુકતા હોવાનું બહાર આવ્યું છે. સોમવારે પાલિકા સત્તાધીશો પશુપાલકોની યાદી પોલીસ વિભાગને આપશે.
બેજવાબદાર સામે કાર્યવાહી થશે
શહેરમાંથી રખડતા ઢોરોનો રંજાડ ઓછો કરવા પશુઓના બદલે પશુમાલિકો સામે કાર્યવાહી થવી જરૂરી છે. સર્વેના પ્રાથમિક રીપોર્ટમાં કેટલાક પશુપાલકો તેમના પશુઓને રખડતા મુકી દેતાં હોવાનું ધ્યાને આવ્યું છે. બેજવાબદાર પશુપાલકો સામે કાર્યવાહી કરાશે. અયોધ્યાનગરમાં સર્વે ટીમ સાથે બોલાચાલીની ઘટના પણ બની છે. - આર.વી.પટેલ, પ્રમુખ, ભરૂચ નગરપાલિકા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો