તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં એક દિવ્યાંગ બાળકને દંપતિએ દત્તક લીધું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ: ભરૂચના શિશુગૃહમાં ઉછરી રહેલાં એક દિવ્યાંગ બાળકને દહેજની એક કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં શખ્સ અને તેની તબીબ પત્નીએ દત્તક લીધું હતું. સખત જરૂરિયાત ધરાવતાં બાળકને દત્તક લઇને તેને સ્વસ્થ કરવાના ધ્યેય સાથે દંપતિએ દિવ્યાંગ બાળકને દત્તક લીધું હતું. ભરૂચમાંથી ઝાડીઓમાં ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલાં એક નવજાત બાળકનો ઉછેર ભરૂચની સ્પેશિયલાઇઝ્ડ એડોપ્શન એજન્સી ( શીશુગૃહમાં )માં થઇ રહ્યો હતો.
તબીબ પત્નીએ શિશુગૃહમાં ઉછરેલ દિવ્યાંગ બાળકને સંપર્ણ રીતે સ્વસ્થ કરવાનો ધ્યેય નક્કી કર્યો
હાલમાં 7 મહિનાની ઉમર ધરાવતાં બાળકને જન્મજાત કે પછી ત્યજી દેવાને કારણે બન્ને પગમાં ખોડ આવી હતી. બાળકની નાજૂક સ્થિતી વચ્ચે તેની સુરત ખાતે સારવાર ચાલી રહી હતી.જોકે ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન રાજેન્દ્ર સુતરિયા તેમજ અન્ય લોકોએ બાળકની પુરતી સારવાર કરાવવાનો નિર્ધાર કર્યો હતો. મુળ કેરળના અને મિલટ્રીમાં ફરજ બજાવી ચુકેલાં એક શખ્સ દહેજની એક કંપનીમાં મેનેજર તરીકે લાગ્યાં હતાં.

તેમણે તેમજ તેમની તબીબ પત્નીએ લગ્નના 6 વર્ષ બાદ બાળક દત્તક લેવાનો નિર્ધાર કર્યો હતો. તબીબ પત્નીએ ખાસ જરૂરિયાતવાળા બાળકને જ દત્તક લેવાનું મન બનાવી બાળકને દત્તક લેવા માટેની અરજી કરી હતી. જેના પગલે આજે સોમવારે શીશુગૃહ ખાતે તેમણે 7 વર્ષના બાળકને દત્તક લીધું હતું. બાળકને દત્તક લેવા સાથે તેની પુર્ણ જવાબદારી સ્વિકારવા સાથે બાળકને સંપુર્ણ તંદુરસ્ત કરવા માટેના પ્રયાસ કરવાનો દંપતિએ નિર્ધાર કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો