તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં ભાજપ આગેવાનોને ઠાર મારનાર દાઉદનો પન્ટર જાવો દ. આફ્રિકાથી ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: ભરૂચ ભાજપના આગેવાનો શીરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની હત્યાના ગુનામાં સંડોવાયેલા દાઉદ ઇબ્રાહીમના સાગરિત જાવો ઉર્ફે ઝાહીદમિયા શેખની દક્ષિણ આફ્રિકાના પ્રીટોરીયા શહેરમાંથી સ્થાનિક પોલીસે ધરપકડ કરી છે. બેવડા હત્યાકાંડની તપાસ કરી રહેલી એનાઆઇએએ જાવાની પૂછપરછની માંગણી કરતાં આફ્રિકાની સરકારે પરવાનગી આપી દીધી છે.
 
ભરૂચમાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ શિરિષ બંગાળી અને મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની 2 નવેમ્બર 2015ના રોજ સેવાશ્રમ રોડ પર આવેલાં સુર્યા પ્રિન્ટીંગ પ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. બંને નેતાઓની હત્યાએ સમગ્ર રાજયમાં ચકચાર મચાવી દીધી હતી. આ બેવડા હત્યાકાંડમાં દાઉદ ઇબ્રાહીમે કટ્ટરવાદી હીંદુ નેતાઓની હત્યા માટે સોપારી આપી હોવાનો ખુલાસો એનઆઇએએ કર્યો હતો. અત્યાર સુધીમાં 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

જાવીદ ચીકણો, જાવો ઉર્ફે ઝાહીદમિયા શેખ સહિતના આરોપીઓ ફરાર હોવાથી એનઆઇએએ તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.જાવો ઉર્ફે ઝાહીદમિયા શેખ આફ્રિકાના પ્રીટોરીયા શહેરમાં રહેતો હોવાના પુરાવા એનઆઇએએ આફ્રિકન સરકારને આપ્યાં હતાં. જેના આધારે સ્થાનિક પોલીસે ભારત અને આફ્રિકા વચ્ચે થયેલી સંધિ મુજબ જાવો ઉર્ફે ઝાહીદમિયા શેખની ધરપકડ કરી લીધી છે. ટુંક સમયમાં એનઆઇએની ટીમ પ્રીટોરીયા જઇને જાવાની પૂછપરછ કરશે.

વર્ષ 2002માં ગુજરાતમાં થયેલાં કોમી રમખાણોનો બદલો લેવા માટે જાવીદ ઉર્ફે ચીકણાએ હીંદુવાદી નેતાઓની હત્યા માટે સોપારી આપી હતી. ભરૂચમાં રહેતાં યુનુસ માંજરા, ઇનાયત શેખ સહિતના આરોપીઓએ કાવતરૂ રચી શીરીષ બંગાળીની હત્યા કરી નાંખી હતી. શિરિષ બંગાળીની હત્યા સમયે પ્રજ્ઞેશ મિસ્ત્રી પર ત્યાં હાજર હોવાથી શાર્પશુટરોએ તેને પણ પેટમાં ગોળી ધરબી દીધી હતી.હત્યા માટે સોપારી આપી હતી. ભરૂચમાં રહેતાં યુનુસ માંજરા, ઇનાયત શેખ સહિતના આરોપીઓએ કાવતરૂ રચી શીરીષ બંગાળીની હત્યા કરી નાંખી હતી. શિરિષ બંગાળીની હત્યા સમયે પ્રજ્ઞેશ મિસ્ત્રી પર ત્યાં હાજર હોવાથી શાર્પશુટરોએ તેને પણ પેટમાં ગોળી ધરબી દીધી હતી.
 
આગળ વાંચો, જાવો ઉર્ફે ઝાહીદ યુવાનોને નાણા આપીની ભરતી કરતો હતો


અન્ય સમાચારો પણ છે...