તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં પાણી યોજના માટે 10 કરોડથી વધુ રકમ ફાળવાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ: ભરૂચ શહેરમાં બે વર્ષ ઉપરાંતથી પાણીની યોજના હજી પૂર્ણ થઇ શકી નથી ત્યારે પાલિકાએ યોજના માટે વધુ 10 કરોડ રૂપિયા ઉપરાંતનું ભંડોળ ફાળવવાનો નિર્ણય લીધો છે. 22મીએ મળનારી સામાન્ય સભામાં ઠરાવ કરી ભંડોળની મંજૂરી મેળવવામાં આવશે. પાઇપો નાંખવા માટે ઠેર ઠેર ખોદકામ કરી પાલિકાએ શહેરની દશા બગાડી નાંખી છે. શહેરમાંથી વરસાદી પાણીના નિકાલ તથા ગટરોના નવીનીકરણ માટે ભુર્ગભ ગટર અને પાણીની લાઇન માટેની યોજના અમલમાં મુકવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી આ કામગીરીના ભાગરૂપે શહેરના મોટાભાગના વિસ્તારો ખોદી રસ્તાઓની હાલત બગાડી નાંખવામાં અાવી છે. 
 
પંપીંગ સ્ટેશન અને ટાંકીઓ ખાતે સીસીટીવી કેમેરા લગાડાશે
રીપેરીંગ સહિતની કામગીરી માટે 2 કરોડ રૂપિયા ખર્ચ કરાશે

બે ચોમાસાથી લોકો હાડમારી ભોગવી રહયાં છે તેમ છતાં આ યોજના હજી પૂર્ણ થઇ શકી નથી. ભાજપ સત્તાધીશો યોજના પૂર્ણ કરવામાં સદતંર નિષ્ફળ નીવડયાં હોવાના આક્ષેપો થઇ રહયાં છે.  22મીએ પાલિકાની બજેટ અંગેની સામાન્ય સભા મળશે જેમાં વોટરવર્કસ વિભાગ માટે 10 કરોડ રૂપિયા ઉપરાંતની રકમની ફાળવણી કરવા ઠરાવ કરાશે. શહેરમાં બાકી રહેલી પાણીની પાઇપો માટે અમૃત મિશન યોજનામાંથી 3.50 કરોડ રૂપિયા, પંપીગ સ્ટેશન અને ટાંકી પર સીસીટીવી કેમેરા લગાડવા 40 લાખ રૂપિયા, પંપીંગ સ્ટેશનોની મરામત માટે 2 કરોડ રૂપિયા, ટાંકી તથા પંપીંગ સ્ટેશન ખાતે એસસીએડીએ માટે 3 કરોડ રૂપિયા તથા યુટીલીટી પીકઅપવાન માટે 10 લાખ રૂપિયાની ફાળવણી માટે ઠરાવ કરવામાં આવશે. 
 
રસ્તાઓના રીનોવેશન પાછળ ખોટો ખર્ચ કરાય છે

બે વર્ષથી ગટર તથા પાણી યોજનાના કારણે રસ્તાઓ ખોદી નાંખવામાં આવ્યાં છે. રસ્તાઓના રીનોવેશન પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવી રહયાં છે. નવો રસ્તો બનાવ્યાં બાદ તેને ફરીથી ખોદવામાં આવી રહયો હોવાથી નાણાનો વ્યય થતો હોવાની ફરિયાદો ઉઠી છે. પાઇપલાઇન નાંખવા ખોદાયેલા ખાડાઓ બરાબર પુરાતા નહિ હોવાથી વાહનો તેમાં ફસાઇ જવાના પણ બનાવો બની રહયાં છે. યોજનામાં પાલિકા સત્તાધીશો નિષ્ફળ રહયાં હોવાના આક્ષેપ લોકો કરી રહયાં છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો