અંકલેશ્વર તાલુકાના 12થી વધુ ગામોના લોકો પ્રદુષણથી પરેશાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના 12 જેટલાં ગામો તેમજ નોટીફાઈડ વિસ્તારમાં હવા પ્રદુષણની વારંવાર ઉદભવતી સ્થિતિને લઇ સ્થાનિક લોકો માં જનઆક્રોશ વધી રહ્યો છે. ચાલુ વર્ષે ચોમાસામાં 3 વાર હવા પ્રદુષણની ફરિયાદ ઉઠી છે. અસરગ્રસ્ત ગામોના લોકોએ ઉચ્ચસ્તરીય રજૂઆત સાથે જાતે કમિટી રચી પ્રદુષણ ફેલાવતી કંપનીઓને શોધી તંત્રને સોંપવા માટેની કવાયત હાથ ધરી છે. બે દિવસથી હવા પ્રદુષણને કારણે વાતાવરણ ધુંધળું બની જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહયો છે.
દરેક ગામમાં કમિટી રચી જવાબદાર કંપનીઓને ખુલ્લી પડાશે
છેલ્લા 2 વર્ષ ઉપરાંત થી શીયાળા તેમજ ચોમાસામાં હવામાં ભેજ વધતા જ હવા પ્રદુષણની સમસ્યા સર્જાઈ છે. વારંવાર ઉદ્દભવતી આ સમસ્યાને લઇ અંકલેશ્વર તાલુકા 12 જેટલા ગામો તેમજ શહેર અને નોટીફાઈડ વિસ્તારમાં લોકોમાં રોષ જોવા મળી રહયો છે. ચાલુ વર્ષે ચોમાસામાં ત્રીજીવાર હવા પ્રદુષણ ની ફરિયાદ ઉઠવા પામી છે.વરસાદી વાતાવરણ વચ્ચે ગત રાત્રીના ફરી એકવાર પીરામણ, કાપોદ્રા, પાનોલી, સંજાલી, ખરોડ, તેમજ શહેર વિસ્તારમાં વાતાવરણ ધુંધળું બની ગયું હતું અને 10 ફૂટ સુધીનું જોવામાં પણ તકલીફ પડતી હતી.

ગામોના સરપંચોએ જી.પી.સી.બી ને જાણ કરતા પ્રાદેશિક અધિકારી અને તેમની ટીમે હવાની દિશાના આધારે તપાસ હાથ ધરી પાનોલી જી.આઈ.ડી.સી વિસ્તારની વિવિધ કંપનીમાં સર્ચ કર્યું હતું. જો કે વારંવાર ઉદ્ભવતી સ્થિતિને લઇ ગ્રામજનોમાં આક્રોશ વધી રહ્યો છે. જેને લઇ અસરગ્રસ્ત ગામોના સરપંચોની એક કમિટી બનાવી જાતેજ હવા પ્રદુષણ ફેલાવતી કંપનીને શોધી કાઢી તેમની સામે કાર્યવાહી કરવા માટેની તજવીજ આરંભી છે.
વેધરના નામે ફેલાવતા પ્રદુષણને બંધ કરો

છેલ્લા 2 વર્ષ ઉપરાંત થી બસ હવામાં ભેજનું પ્રમાણ વધવાની જ ઉદ્યોગકારો રાહ જોતા હોય છે. હવા માં પ્રદુષિત ગેસ છોડી મૂકે છે. તંત્રને રજૂઆત કરીએ છીએ પણ કંપનીઓ બચી જાય છે. અસરગ્રસ્ત ગામોમાં એક કમિટી બનાવી જવાબદાર કંપનીઓને ખુલ્લી પડાશે. >સલીમ પટેલ, સરપંચ, પીરામણ
અન્ય સમાચારો પણ છે...